Wednesday, September 28, 2022
Homeજુનાગઢ જીલ્લા માં રીયલ ઈન્ડીયા નામની બોગસ કંપની બનાવી કરોડો નું ફુલેકું...
Array

જુનાગઢ જીલ્લા માં રીયલ ઈન્ડીયા નામની બોગસ કંપની બનાવી કરોડો નું ફુલેકું ફેરવનાર ફ્રોડ કંપની નો એમ.ડી અને ડીરેકટર પોલીસ ગીરફત માં આવ્યો… 

- Advertisement -
 જુનાગઢ જીલ્લો તેમજ ગીરસોમનાથ ના જીલ્લા મથક વેરાવળ સહીત મુખ્ય શહેરો માં રીયલ ઈન્ડીયા કંપની ના નામે એજન્ટો રાખી ડેઇલી બચત, માસીક બચત, ફીકસ ડીપોઝીટ ના નામે ૧૬ ટકા સુઘી ના વળતર ની લોભામણ સ્કીમો બતાવી તેમજ ઊંચા વ્યાજ ના સપના બતાવી બેંકો જેવી પાસબુકો બનાવી અને અનેક લોકો ને ચુનો લગાવનાર ફ્રોડ કંપની ના સંચાલકો સામે વેરાવળ માં પોલીસ ફરીયાદ નોંઘાઇ હતી જેમાં પ્રાથમીક ફરીયાદ માં 3.25 કરોડ નુ ચીટીગ બહાર આવ્યું હતું

રીયલ ઈન્ડીયા માં એજન્ટ તરીકે કામ કરતા ફરિયાદી યુવક યોગેશ જોશી ના કહેવા મુજબ આરોપીઓ યુપી ના સંચાલકો હતા બરોડા ના અમારા જાણીતા નીશાદ ધ્રૃવ ની વીશ્વાસ માં આવી બેંકો ની જેમ કામ કરતા જુનાગઢ અને ગીરસોમનાથ માં અમે ધ્રુવ ની સુચના મુજબ કામ કરતા આ સ્કીમ માં 850 જેટલા લોકો ના 3.25 કરોડ ફસાયા છે વ્યાજ સાથે ગણીએ તો 6 કરોડ થાય છે અમારા પર વીશ્વાસધાત થતા અમે પોલીસ ફરીયાદ કરી છે.

 


 

 

જાન્યઆરી 2015 થી 16 જુન 2018 સુધી માં આ રીયલ ઈન્ડીયા કંપની એ વીવીધ શહેરો માં એજન્ટો રાખી અને 850 થી વધુ ગ્રાહકો બનાવ્યા હતા તેમને બચત તેમજ ફીક્સ ટીપોઝીટ ના નામે એજ્ન્ટો પુરી મહેનત કરી સતત ગ્રાહકો વધારતા ગયા અને પૈસા ભેગા કરતા ગયા ત્યારે એક વર્ષ બાદ કંપની ના અધીકારીઓ તેમજ ઓફીસો ટપોટપ બંધ થતા અનેક લોકો ને ધોળા દીવસે તારા દેખાયા હતા.

આ રીયલ ઈન્ડીયા કંપની ની છેતરપિંડી નો ભોગ બનનાર નિલેશ ગોસ્વામી ના કહેવા પ્રમાણે  મને એજન્ટો ના ભરોસા ના કારણે ગ્રાહક બનાવ્યો છે અને મે કોરડા 12 લાખ રોકેલા બાદ દરમાસે 18 હજાર વ્યાજ આવતું તે પણ રોકેલ આમ મારા આજે 36 લાખ ફસાયા છે કોઈ લોકો એ આવી કોઈ કંપની પર ભરોસો ન કરવો સરકારી બેંકો સીવાય ક્યાય રૂપીયા ન મુકાય જેની ખબર મને હવે પડી છે…

 અંતે વેરાવળ ના આ કંપની ના એજન્ટ તરીકે કામ કરતા યોગેશ રતીલીલ જોષી એ વેરાવળ સીટી પોલીસ માં ફરીયાદ કરતાં જીલ્લા ક્રાઇમ બ્રાન્ચે તપાસ ઘરી હતી. દરમ્યાન ગત તા.૨૬ ના કાલોલ ખાતે થી આ ફ્રોડ કંપની ના એમ.ડી પ્રદીપ ગુપ્તા તથા પંકજકુમાર શ્રીવાસ્તવની ગીરસોમનાથ ક્રાઇમ બ્રાન્ચે  ઘરપકડ કરેલ. હાલ પોલીસ ગીરફત માં આવતા પોલીસે આ બંન્ને ફ્રોડ ને કોર્ટ માં રજૂ કરતાં કોર્ટે બંન્ને ફ્રોડ ને આઠ દીવસ ના પોલીસ રીમાન્ડ પર સોપ્યા છે. ઉતરપ્રદેશના લખનઉ ના આ ગઠીયાઅો એ રીયલ ઇન્ડીયા અને મહેક ઇન્ડીયા જેવા નામે ફ્રોડ કંપનીઅો ઉભી કરી ગુજરાતના વડોદરા, ગાંઘીનગર, રાજકોટ, મોરબી, કાલોલ સહીત ના અનેક શહેરોમાં ફ્રોડ આચરેલ છે જેમાં ગીર સોમનાથ મા ઉના પોલીસ સ્ટેશન માં રીયલ ઇન્ડીયા બાદ મહેક ઇન્ડીયા નામની કંપની સામે ૬૧ લાખ ની છેતરપીંડી ની ફરીયાદ પણ નોંઘાઇ છે.

બાઇટ : કે.જે.ચૈાહાણ ( એલ.સી.બી – પી.એસ.આઇ – ગીર સોમનાથ )

 

રિપોર્ટર : ચેતન ગોસ્વામી, CN24NEWS ગીર સોમનાથ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular