Wednesday, September 22, 2021
Homeજુનાગઢ : ઠગ બ્રાહણ શખ્સને એસઓજી ની ટીમે ઝડપી લીધો, ૧૮ લાખના...
Array

જુનાગઢ : ઠગ બ્રાહણ શખ્સને એસઓજી ની ટીમે ઝડપી લીધો, ૧૮ લાખના સોનાના છેતરપીંડીનો ભેદ ઉકેલવામાં સફળતા, ૯ લાખનો મુદામાલ કબ્જે.

રાજકોટ સૌરાષ્ટ્રના અલગ-અલગ જીલ્લાઓમાંથી વૃધ્ધ દંપતીઓને તેના સગા વહાલાઓની ખોટી ઓળખ આપી ડીઝાઇન બનાવવાના બહાને સોનાના દાગીના તફડાવી જતા જુનાગઢના ઠગ બ્રાહણ શખ્સને રૂરલ એસઓજીની ટીમે ઝડપી લીધો હતો. પકડાયેલ શખ્સે તફડાવેલ દાગીના ૫૨ ૬૬ ગોલ્ડ લોન પણ લઇ લીધાનું ખુલતા પોલીસ ચોંકી ઉઠી હતી.

  

 

 

શખ્સ ધોરાજીમાં હોવાની બાતમી મળતા તેને દબોચી લઇ પુછતાછ કરતા તેણે પોતાનું નામ નિમિષ ઉર્ફે  નેમિષભાઇ રસીકલાલ પુરોહીત (બ્રાહ્મણ) (..૪૯, રહે. નાગરીક બેંક સોસાયટી, મધુરમ, જુનાગઢ) હોવાનું કહેતા અને તેની તલાશી લેતા તેની પાસેથી સોનાનો ઢાળીયો મળી આવેલ અને બાદમાં જુનાગઢ સ્થિત તેના ઘરે તપાસ કરતા ત્યાંથી છેતરપીંડીથી મેળવેલ  સોનાની બંગડી નંગ, લક્કી નંગ, ચેઇન નંગ, વીંટી નંગ૧૧, સોનાની ઢાળ (વજન ૧૦૪ ગ્રામ, કિ. .પ૦ લાખ) તથા બીજો સોનાનો ઢાળ (વજન ર૪૪ ગ્રામ, કિંમત .૧૧ લાખ) મળી આવતા તે કબ્જે કરાયા હતા. તેમજ મોબાઇલ , એકટીવા બાઇક અને રોકડ રૂપીયા ૧૮૦૦ સહિત કુલ લાખનો મુદામાલ કબ્જે કરાયો હતો. એટલું નહિ શખ્સના કબ્જામાંથી સોનાના દાગીના પર મુથુટ ફીનકોર્પ જુનાગઢ ખાતે ગીરવે મુકેલની સ્લીપો પણ મળી આવતા તે કબ્જે કરાઇ હતી.

બાઈટ : એસ. પી. બલરામ મીણા

 

               

 

 

પકડાયેલ નિમિષ પુરોહીતની પોલીસે આગવી ઢબે પુછપરછ કરતા ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ ખાતે ૩, જુનાગઢ જીલ્લાના કેશોદ ગામે-ર, જામનગરમાં ૪, રાજકોટમાં ૪, પોરબંદરમાં ૪, રાજકોટ જિલ્લાના ઉપલેટા ધોરાજી, તેનપુર, તથા ગોંડલ સહીત કુલ ર૭ જગ્યાએથી વૃધ્ધ માણસોને વિશ્વાસમાં લઇ તેના સગાની ખોટી ઓળખ આપી દાગીનાની ડિઝાઇન જોવાના બહાને દાગીના માંગી છેતરપીંડી કરતો હોવાની કબુલાત આપી હતી.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments