Thursday, September 23, 2021
Homeજૂનાગઢની નરસિંહ મહેતા યુનિ.નું કેમિસ્ટ્રીનું પેપર પરીક્ષા પહેલાં જ વોટ્સએપમાં ફરતું થયું
Array

જૂનાગઢની નરસિંહ મહેતા યુનિ.નું કેમિસ્ટ્રીનું પેપર પરીક્ષા પહેલાં જ વોટ્સએપમાં ફરતું થયું

જૂનાગઢ:ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ચાર જિલ્લાના પરીક્ષા કેન્દ્ર પર સેમેસ્ટર-4ની પરીક્ષા લેવાઇ રહી છે. પરીક્ષામાં ચોરીનું દુષણ ડામવા માટે સીસીટીવી કેમેરા સજ્જ કરવામાં આવ્યા છે. ગુરૂવારના દિવસે યુનિવર્સિટીની પરીક્ષાના ચોથા કેમિસ્ટ્રીનું પેપર પરીક્ષા પહેલા લીક થઇ ગયું હતું. કેમિસ્ટ્રીનું પેપર વિદ્યાર્થીઓના વોટ્સઅપમાં ફરતું હોવાની જાણ યુનિવર્સિટીને થતા તાત્કાલીક તપાસ શરૂ કરી હતી અને પેપર રદ કરી દેવામાં આવ્યું હતું. આ સાથે જ 10 જેટલા મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે.

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી હેઠળ ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા અને જૂનાગઢ જિલ્લાની કોલેજો આવી છે. આ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સેમેસ્ટર-4ની પરીક્ષા લેવાઇ રહી છે. જેમાં યુનિવર્સિટીની સતર્કતાને કારણે રોજના કોપી કેસ નોંધાઇ છે પરંતુ ગુરૂવારના દિવસે લેવાયેલ કેમિસ્ટ્રીનું પેપર લીક થઇ જતા પેપર રદ કરી દેવામાં આવ્યું છે.

છનરસિંહ મહેતા યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ચેતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગુરૂવારના બપોરના બીએસસીમાં કેમિસ્ટ્રીનું પેપરની પરીક્ષા હતી. વિદ્યાર્થીઓને પેપર આપ્યા બાદ જૂનાવઢની બે કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા તેમના પ્રિન્સીપાલને જાણ કરી આ પેપર વોટ્સઅપમાં ફરતું થયું હોવાનું જણાવતા બન્ને કોલેજના પ્રિન્સીપાલે યુનિવર્સિટીને જાણ કરતા તાત્કાલીક કમીટી બનાવી તપાસ કરવામાં આવી હતી. જેમાં કેમિસ્ટ્રીનું પેપર પરીક્ષા પહેલા લીક થઇ ગયું છે ત્યાર બાદ કેમિસ્ટ્રીના પેપરની પરીક્ષા રદ કરવામાં આવી છે અને આગામી તા.10 એપ્રિલના ફરી આ વિષયની પરીક્ષા લેવાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments