- Advertisement -
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત લથડતાં જૂનાગઢનો કાર્યક્રમમાં હાજરી આપવાનું ટાળીને ગાંધીનગર રવાના થયા હતા. તેઓ રાજકોટ એરપોર્ટ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું સ્વાગત કર્યું હતું.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીના પ્રોટોકોલ મુજબ સ્વાગત બાદ બંને જૂનાગઢ રવાના થયા હતા. પરંતુ તબિયત નાદુરસ્ત જણાતા રાજકોટની હોસ્પિટલમાં નિદાન કરાવી ગાંધીનગર પરત ફર્યા હતા. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરના કાર્યક્રમમાં રૂપાણી સવારે હાજર ન હતા.