જૂનાગઢમાંથી કુટણખાનું ઝડપાયું, 3 ગ્રાહકોની ધરપકડ, મહિલા સંચાલિકા ફરાર

0
40

જુનાગઢ : વહેલી સવારે પોલીસે કુટણખાનોનો પર્દાફાશ કર્યો હતો અને 3 ગ્રાહકોની ધરપકડ કરી હતી. જો કે કુટણખાનાની સંચાલિકા મહિલા નાસી ગઈ હતી.પોલીસે સ્થળ પરથી 15 હજાર રોકડા સહિત 3 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી હતી.

ઘટનાની વિગત અનુસાર જૂનાગઢમાં બાયપાસ પર ટ્રેકટરનાં શોરૂમ પાછળ આવેલા શ્યામ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતી કિરણ હરેશ સેતા નામની મહિલા દેહ વેપારનો ધંધો કરતી હોવાની બાતમી મળતાં પોલીસે વહેલી સવારનાં ત્રણ વાગ્યે રેડ પાડી હતી. આ કાર્યવાહી દરમિયાન કુટણખાનાની સંચાલિકા કિરણ સેતા હાજર મળી આવી ન હતી. પરંતુ ગ્રાહકો ફિરોજ આમદ સીડા, નિલેશ નાથા શ્રીમાળી અને સેજાદ મહમદ લાખાની ધરપકડ કરી હતી. આ કાર્યવાહીમાં કેટલીક મહિલા-યુવતિ પણ મળી આવેલ છે પરંતુ તેને પોલીસે સાક્ષી તરીકે રાખીને પકડાયેલા શખ્સો અને ફરાર મહિલા વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here