જૂનાગઢમાં આજે કુંભમેળાનો છેલ્લો દિવસ, રવાડી, શાહી સ્નાન સાથે મેળાની પૂર્ણાહુતિ

0
67

જૂનાગઢ:ભવનાથ ખાતેનાં શિવરાત્રી કુંભ મેળામાં માનવ મહેરામણ ઉમટી રહ્યો છે. ત્યારે કુંભ મેળાનો આજે છેલ્લો દિવસ છે. આજે સાધુ-સંતોની ભવ્ય અને દિવ્ય રવેડી નીકળશે. આ રવેડીમાં મોટી સંખ્યામાં સાધુઓ જોડાશે અને આસન,યોગ કરતબ દેખાડશે. નિયત રૂટ પર રવાડી ફરશે અને ભવનાથ મહાદેવના સાંનીધ્યે આવેલ મૃર્ગીકુંડ ખાતે શાહી સ્નાન સાથે મેળાની પૂર્ણાહુતિ થશે.

રવિવારે 5 લાખથી વધુ ભાવિકોની ભીડ જોવા મળી

ભવનાથના તમામ રસ્તાઓ પર ભાવિકોની ભરચક ભીડ જોવા મળી હતી. શિવરાત્રી કુંભ મેળાના અંતિમ દિવસ 4 માર્ચના રોજ રાત્રીનાં રવેડી નિકળશે. જેમાં જૂના પંચ દશનામ અખાડા, આહવાન અખાડા, અગ્નિ અખાડા સહિતના અખાડાના સાધુ-સંતો, સન્યાંસીઓ તેમજ નાગા બાવાઓ જોડાશે. વિવિધ અખાડા દ્વારા તેમના ઇષ્ટ દેવની પુજા કરવા માં આવશે. બાદમાં રવેડી યોજાશે તેમના દર્શન માટે ભાવિકો બપોરથી જ પોતાનું સ્થાન નક્કી કરી રવેડીના રૂટ પર બેસી જશે.
ગિરનાર ભવનાથ ભરચક, શહેર ખાલીખમ
ગિરનાર મહા શિવરાત્રી કુંભ મેળામાં શનિ અને રવિવારના રજા દિવસે શહેરીજનો ઉમટી પડ્યા હતા જેને કારણે શહેર ના સતત ટ્રાફિકથી ધમધમતા કાળવા ચોક, આઝાદ ચોક, મોતીબાગ સહિતના વિસ્તારો ખાલીખમ જોવા મળ્યા હતો. તો બીજી તરફ ભવનાથના તમામ વિસ્તારોમાં જાણે માનવ મહાસાગર ઘુંઘવતો હોય તેવા દ્રર્શ્યો જોવા મળ્યા હતા. જ્યાં નજર પડે ત્યા માનવ કીડીયારૂ ઉભરાયું હોય તેમ જોવા મળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here