જૂનાગઢમાં પત્નીના ઝઘડાથી કંટાળી યુવાને અગ્નિસ્નાન કર્યું, રાજકોટ ખસેડાયો

0
183

જૂનાગઢ: શહેરના ઝાંઝરડા રોડ પર મધુરમ સોસાયટી પાસે મંગલધામ-3માં રહેતાં સોરઠીયા પ્રજાપતિ યુવાન સાગર કિશોરભાઇ જેઠવા (ઉ.28)એ પત્ની અલ્પાના ઝઘડાથી કંટાળી અગ્નિસ્નાન કરી લીધું હતું. સાગરે ગત રાત્રે હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં ક્લોરીનેશન માટે ઉપયોગમાં લેવાતા ફોરમેલિન નામના કેમિકલને પોતાના શરીરે છાંટી અગ્નિસ્નાન કરી લેતાં જૂનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

આ બાબતે હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા રાજદિપસિંહે જુનાગઢ પોલીસને જાણ કરી હતી. સાગરના કહેવા મુજબ તે બે ભાઇ અને એક બહેનમાં વચેટ છે અને તેના લગ્ન સાડા ચાર વર્ષ પહેલા કેશોદના જયંતિભાઇ ડાભીની દીકરી અલ્પા સાથે થયા હતા. સંતાનમાં એક દીકરી છે. જયંતિભાઇ ડાભી હાલ રાજકોટ ગાંધીગ્રામ નાણાવટી ચોકમાં રહે છે. પોતે જુનાગઢમાં મધુરમ હોસ્પિટલમાં નોકરી કરે છે. પત્ની અલ્પા નાની-નાની વાતે સતત ઝઘડા કરતી રહે છે, કોઇ સગા ઘરે આવે તો તેને ગમે નહીં, કોઇ વાત માનતી ન હોય વારંવાર માથાકૂટ થતી હતી. ગઇકાલે પણ નાની એવી વાતે મોટો ઝઘડો કરી દેકારો મચાવ્યો હતો. આ કારણે પોતે ખુબ કંટાળી જતાં આ પગલું ભરી લીધું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here