Sunday, October 17, 2021
Homeજૂનાગઢમાં પિતાની દારૂ પીવાની આદત પસંદ નહોતી, પુત્રએ પથ્થર મારી મોતને ઘાટ...
Array

જૂનાગઢમાં પિતાની દારૂ પીવાની આદત પસંદ નહોતી, પુત્રએ પથ્થર મારી મોતને ઘાટ ઉતાર્યા

જૂનાગઢ: જૂનાગઢ તાલુકાનાં પ્લાસવા ગામે મંગળવારે મોડી રાત્રે પુત્રએ પિતાના માથામાં પથ્થરનો ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. બનાવ બાદ જો કે, તે ગામમાં જ હતો. પિતાની ખૂબ દારૂ પીવાની આદત પુત્રને ગમતી ન હોવાથી તેણે આ કૃત્ય કર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

જૂનાગઢ તાલુકાનાં પ્લાસવા ગામે રહેતા માધાભાઇ મંગાભાઇ મહિડા (ઉ. 52) નામનાં પ્રૌઢ આજે મોડી રાત્રે પોતાને ઘેર જઇ રહ્યા હતા. એ વખતે તેમનો પુત્ર ભરત તેમને રસ્તામાં ગામનાં રામાપીરનાં મંદિર પાસે મળી ગયો હતો. ભરતે માધાભાઇને માથામાં પથ્થરનો ઘા ઝીંકી દેતાં તેઓ લોહી નિગળતી હાલતમાં ત્યાંજ પડી ગયા હતા. આથી અન્ય લોકોએ તેમને 108 માં જૂનાગયઢ સિવીલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બનાવ અંગે મૃતકનાં પત્ની મંજુબેને પોતાનાં પુત્ર ભરત સામે પિતાની માથામાં પથ્થરના ઘા ઝીંકી હત્યા કર્યાની ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધાવી છે.

જૂનાગઢના પ્લાસવા ગામે મોડી રાત્રે બનેલી ઘટના

જૂનાગઢ તાલુકાનાં પ્લાસવા ગામે રહેતા માધાભાઇ મંગાભાઇ મહિડા (ઉ. 52) નામનાં પ્રૌઢ મંગળવારે મોડી રાત્રે પોતાને ઘેર જઇ રહ્યા હતા. એ વખતે તેમનો પુત્ર ભરત તેમને રસ્તામાં ગામનાં રામાપીરનાં મંદિર પાસે મળી ગયો હતો. ભરતે માધાભાઇને માથામાં પથ્થરનો ઘા ઝીંકી દેતાં તેઓ લોહી નિકળતી હાલતમાં ત્યાં જ પડી ગયા હતા. આથી અન્ય લોકોએ તેમને 108માં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.

બનાવ અંગે મૃતકનાં પત્ની મંજુબેને પોતાનાં પુત્ર ભરત સામે પિતાની માથામાં પથ્થરના ઘા ઝીંકી હત્યા કર્યાની ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધાવી છે. માધાભાઇને સંતાનમાં ભરત અને દિનેશ એમ બે પુત્રો હોવાનું પણ જાણવા મળ્યું છે. બનાવની તપાસ ઇન્ચાર્જ પીએસઆઇ ડી. કે. વાઘેલા ચલાવી રહ્યા છે. દરમિયાન ભરત પોલીસનાં હાથવેતમાં હોવાનું જાણવા મળ્યું છે. બનાવ બાદ મૃતકનાં સગા-સંબંધીઓ સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા હતાં.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments