જૂનાગઢમાં મહિલા પોલીસ કર્મચારીનાં ઘર પર ફાયરિંગ,રાત્રે 3 વાગ્યે 8 શખ્સ ત્રાટક્યાં

0
99

જૂનાગઢ:  જૂનાગઢમાં રહેતા અને ગિર-સોમનાથ જિલ્લામાં પોલીસ હેડ ક્વાર્ટરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ફરજાનાબેનનાં ઘર ઉપર શુક્રવારની રાત્રે 3 વાગ્યે આઠ શખ્સે હૂમલો કર્યો હતો. હત્યાનાં પ્રયાસ સાથે મહિલા પોલીસ કર્મીનાં ઘર ઉપર ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતું અને ઓસરીમાં રાખેલા કબાટમાં તોડફોડ કરી ભાગી ગયા હતાં. આ અંગે એ-ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે. પોલીસે 307 સહિતની 8 કલમો ઉમેરી કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા પોલીસ કર્મીનાં પતિ કાસમમીયા અને પુત્ર એજાજે તા. 14 જાન્યુઆરીનાં નવાજખાન પઠાણનાં ભાઇ નોમાનખાનને માર માર્યો હતો. બાદ નવાજખાન અને અન્ય લોકોએ તા.17 જાન્યુઆરીનાં ગાડી સળગાવી દીધી હતી. હાલ મહિલા પોલીસ કર્મીનાં પતિ અને પુત્ર ફરાર છે. મહિલા પોલીસ કર્મી તેના ઘરે એકલા રહે છે. તેનો લાભ લઇ નવાજખાન સહિતનાં આઠ શખ્સોએ ઘર ઉપર ફાયરીંગ કર્યુ હતું.

જૂનાગઢનાં ઝાલોરપા વિસ્તારમાં ફાયરીંગની મોટી ઘટના બની હતી. બાદ તાજેતરમાં બુટલેગરનાં ઘર ઉપર ફાયરીંગ થયું હતું. ફરી શુક્રવારની રાત્રે ત્રણ રાઉન્ડ ફાયરીંગ થયું છે. ત્યારે જૂનાગઢ શહેરમાં ગેરકાયદેસર હથિયારની વેંચાણ વધ્યું હોય તેવી ચર્ચા જાગી છે. તેમજ શહેરમાં આટલા પ્રમાણમાં હથિયાર કયાંથી આવે તે પણ એક સવાલ ઉભો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here