Saturday, October 23, 2021
Homeજૂનાગઢમાં LRDની પરીક્ષામાં નાપાસ થવાના ડરથી યુવાને જીવન ટૂંકાવ્યું, સુસાઇડ નોટ લખી
Array

જૂનાગઢમાં LRDની પરીક્ષામાં નાપાસ થવાના ડરથી યુવાને જીવન ટૂંકાવ્યું, સુસાઇડ નોટ લખી

જૂનાગઢ: 6 જાન્યુઆરીએ રવિવારના રોજ લોક રક્ષક દળની પરીક્ષા યોજાઇ હતી. જેમાં જૂનાગઢના યુવાને આ પરીક્ષા આપી ત્યારબાદ પેપર નબળું જતા નાપાસ થવાના ડરથી તેણે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવના એક દિવસ પછી પોલીસને સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં મને માફ કરશો તમારૂ સ્વપ્ન પૂરૂ ન કરી શક્યો તેવું લખ્યું હતું.

જૂનાગઢ મધુરમ વિસ્તારમાં અદિતીનગરમાં રહેતા જીજ્ઞેશ પુનાભાઇ ઉર્ફે પ્રવીણ મકવાણા (ઉ.20) નામના યુવાને લોક રક્ષક દળની પરીક્ષા આપી હતી. પેપર પૂરૂ થયા પછી તે ઉદાસ રહેતો હતો. સોમવારે સાંજે તેના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments