- Advertisement -
જૂનાગઢ: જૂનાગઢ જેલમાંથી દલિત કેદી વિજય કાનજી સોલંકીએ પોતાનો એક વીડિયો વાયરલ કર્યો છે. તેણે વીડિયોમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ધીરેન કારીયા નમાના બૂટલેગરે મારી સહિત પાંચ વ્યક્તિને લોહીલૂહાણ કર્યા છે. છતાં સ્થાનિક પોલીસ અને જેલ પોલીસ અમને દવાખાને પણ નથી લઇ જતી. જેલમાં રોજ દારૂની મહેફિલો થાય છે.
બૂટલેગરના પૈસાથી જેલ ચાલે છે. જેલમાં દારૂની બોટલો અને મોંઘા મોબાઇલ આવે છે. હું દલિતનો દિકરો છું એટલે મને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી માર માર્યો હતો. આ વીડિયોથી ખળભળાટ મચી ગયો છે. કેદીએ પોતાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. પરંતુ કેદી પાસે પણ મોબાઇલ કેવી રીતે આવ્યો તે તપાસનો વિષય છે.