Tuesday, September 28, 2021
Homeજૂનાગઢ જેલમાં બંધ બુટલેગરે લોકસભા માટે ઉમેદવારી નોંધાવી
Array

જૂનાગઢ જેલમાં બંધ બુટલેગરે લોકસભા માટે ઉમેદવારી નોંધાવી

જૂનાગઢ: થોડા દિવસ પહેલા જૂનાગઢ જેલમાં દલિત યુવાનને જેલમાં માર મારી જીવલેણ હુમલો કરનાર બુટલેગર ધીરેન કારીયાએ આજે લોકસભા માટે ઉમેદવારી નોંધાવી છે. પોલીસ બંદોબસ્ત સાથે ધીરેન કલેક્ટર કચેરીએ પહોંચી અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવતા લોકોમાં અચરજ ફેલાયું છે.

જૂનાગઢનાં લીસ્ટેડ બુટલેગર ધીરેન કારીયાએ જુનાગઢ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યું છે. આ બુટલેગરે પોલીસ બંદોબસ્ત સાથે કલેક્ટર ઓફિસમાં ભર્યું હતું. હાલ ધીરેન વિદેશી દારૂનાં કેસમાં જેલમાં છે. જૂનાગઢ ના ઇતિહાસમાં પ્રથમવાર જેલમાંથી કોઇ બુટલેગરે લોકસભામાંથી ઉમેદવારી કરી હોય તેવી પ્રથમ ઘટના છે. તેણે અરજીમાં એક પીએસઆઈ અને સ્ટાફની માંગણી પોતાનાં ખર્ચે કરી છે. આજે તે પોલીસ જાપ્તા સાથે પોતાનું ફોર્મ ભર્યું છે. ધીરેન કારીયા બુટલેગર ઉપરાંત ફાયરિંગ કરવા સહિતના ગુનાઓ નોંધાયેલા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments