Thursday, October 21, 2021
Homeજૂનાગઢ : પરિણીતા પર ત્રણ શખસે દુષ્કર્મ આચરી મોબાઇલમાં ફોટા પાડ્યા
Array

જૂનાગઢ : પરિણીતા પર ત્રણ શખસે દુષ્કર્મ આચરી મોબાઇલમાં ફોટા પાડ્યા

જૂનાગઢ: માણાવદરમાં પાણીનાં ટાંકા પાસે એક ઓરડીમાં પરિણીતાને બળજબરીથી ઢસડી જઇ ત્રણ શખ્સોએ વારાફરતી તેની પર દુષ્કર્મ અાચરી મોબાઇલમાં ફોટોગ્રાફી કરી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 26 ફેબ્રુઆરીએ ઘટેલી આ ઘટનાની હવે છેક ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ માણાવદરમાં રહેતી એક પરિણીતા ગત 26 ફેબ્રુઆરીનાં બપોરનાં અરસામાં મહાદેવીયા મંદિર પાસે આવેલા પાણીનાં ટાંકે કપડા ધોવા ગયેલ. એ વખતે કનુ વાઘરી, ડાયા કાના રબારી અને ઇમરાન નામનાં શખ્સો તેની પાસે જઇ ડાયાએ તેમનું બાવડુ પકડી બાજુમાં આવેલી ઓરડીમાં ઢસડી જઇ બાદમાં આ ત્રણેય શખ્સોએ વારાફરતી દુષ્કર્મ આચર્યુ હતું અને મોબાઇલથી ફોટોગ્રાફી કરી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments