Tuesday, September 21, 2021
Homeજૂનાગઢ માં 227 કરોડ નું ઇ-વે બિલ કૌભાંડ ઝડપાયું,
Array

જૂનાગઢ માં 227 કરોડ નું ઇ-વે બિલ કૌભાંડ ઝડપાયું,

જૂનાગઢ / રાજકોટ:જૂનાગઢમાં બોગસ ઈ-વે બિલનું કૌભાંડ બહાર આવ્યું છે. અહીં રહેતા એક શખ્સે ચા, ભજિયાં અને કાપડના વેપારીના પાનનો ઉપયોગ કરીને તેના નામે 9 બોગસ પેઢી ખોલી નાખી અને રૂ.227.80 કરોડના ઈ વે બિલ જનરેટ કરીને સરકારને ભરવા પાત્ર થતો રૂ.11કરોડનો ટેકસ પોતાના ખિસ્સામાં નાખી દીધો. આખા કૌભાંડનો પર્દાફાશ રાજકોટ સીએસટીની તપાસમાં હતી. જે વ્યકિતએ કૌભાંડ કરીને ટેકસ ચોરી કરી છે તેની શોધખોળ ચાલુ છે. ભેજાબાજ શખ્સે તમામને લોન અપાવી દેવાની લાલચ આપીને તેના પાનકાર્ડ મેળવી લીધા હતા.

જેના આધાર તેણે એક જ વ્યકિતના નામે 33 પેઢી ખોલી નાખી હતી. જે બોગસ પેઢી ખુલી હતી તે તમામ ખાદ્ય તેલીબીયા વેપાર સાથે સંકળાયેલી હતી. જે માત્ર ઈ વે બિલ જ જનરેટ કરતી હતી. કોઈ ટેકસ નહોતી ભરતી. જેના નામે પેઢી ખૂલી તે 50 કિમી દૂર ગામડાંમાં રહેતા હતા. પાન કાર્ડના આધારે કુલ 9 પેઢી ખોલવામાં આવી હતી. આ લોકોએ તો લોનની લાલચે પોતાના પાન કાર્ડ આપી દીધા હતા.જ્યારે તેને ખબર પડી કે તેના નામે બોગસ પેઢી ખુલી ગઈ છે ત્યારે તેના આશ્ચર્યનો પાર ના રહ્યો. જીએસટીના અધિકારી 50 કિમી દૂર ચાલીને તેને ગામે જઈને શોધ્યા અને કીધું ત્યારે તે ખૂદ એક તબકકે ગરી ગયા હતા.

 

લોકોને લાલચ આપીને ખોટા પાનકાર્ડ મેળવી તેલીબિયાંની બોગસ પેઢી ખોલાઈ હતી. આ પેઢી દ્વારા બે નંબરનો માલ બીજા રાજ્યમાં મોકલતા વેપારીની મદદ કરી ભેજાબાજે ઊભી કરેલી બોગસ પેઢીના ઈ વે બિલ જનરેટ કરીને તેને અન્ય વેપારીનો બે નંબરનો માલ બીજા રાજ્યમાં મોકલી દીધો હતો. કુલ 227 કરોડના ઈવે બિલ જનરેટ કર્યા હતા. આટલી મોટી રકમના ઇ વે બિલ છતાં ટેક્સની આવક થઇ ન થતાં અધિકારીઓને શંકા ગઇ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments