જૂનાગઢ : રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું પરિણામ: સંતોની બંને બેઠક પર દેવપક્ષનો અને આચાર્ય પક્ષમાં ભગતનો વિજય

0
0

જૂનાગઢ:રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાંનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. જેમાં સંતોની બંને બેઠક પર દેવ પક્ષનો વિજય થયો છે અને પાર્ષદ વિભાગમાં ભગતનો વિજય થયો છે. દેવપક્ષના દેવનંદન સ્વામીનો 556 મતે વિજય થયો છે. જ્યારે આચાર્યપક્ષના પાર્ષદ વિભાગના ઉમેદવાર ન્યાલકરણ ભગતનો 99 મતે વિજય થયો છે. પાર્ષદ વિભાગમાં કુલ 132 મતમાંથી 2 મત રદ થયા અને સંત વિભાગમાં 556 મતમાંથી 1 મત રદ કરવામાં આવ્યો હતો. વહીવટી પ્રક્રિયામાં વિલંબ થતાં મતગણતરી પોણો કલાક મોડી શરૂ થઈ હતી.

ગઈકાલે દેવ પક્ષ અને આચાર્ય પક્ષના સંતો વચ્ચે ધર્મ યુદ્ધ બાદ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પત્રકારો પર દમનના વિરોધમાં પોલીસ કર્મચારીઓ પર પગલા લેવાની માંગ સાથે પત્રકારો ધરણાં પર બેઠા છે. ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકારો પર દમનને લઈને જિલ્લા પોલીસ વડાને તપાસના આદેશ આપ્યા છે. જો કે ઘટનાના 12 કલાક બાદ પણ પત્રકારો પર લાઠીઓ વરસાવનાર પોલીસ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here