Tuesday, December 7, 2021
Homeજૂનાગઢ લગ્ન પ્રસંગમાંથી પરત ફરતા આટકોટ નજીક કાર પલટી, ચાર સગા ભાઈ...
Array

જૂનાગઢ લગ્ન પ્રસંગમાંથી પરત ફરતા આટકોટ નજીક કાર પલટી, ચાર સગા ભાઈ સહિત 5નાં મોત

આટકોટ: જસદણના આટકોટ-ભાવનગર હાઇવે પર જંગવડ ગામ પાસે વહેલી સવારે ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાંવતા કાર ડીવાઇડર ટપી રોંગ સાઇડમાં ઘૂસી જતા પલ્ટી મારી ગઇ હતી. કારમાં સવાર સાત વ્યક્તિમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. પરંતુ એકને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બહેનનું મામેરૂ ભરી તમામ લોકો લગ્રપ્રસંગમાં હાજરી આપી પરત ફરી રહ્યાં હતા.

 

બેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા

અકસ્માતગ્રસ્ત ગાડી જીજે 5 આરબી 5669 નંબરની હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના પગલે આટકોટ પોલીસ દોડી ગઇ હતી. સ્થાનિક લોકોએ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા 108 મારફત વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. મૃતકમાં એક સુરતના, બે લાખાવડના અને બે રંઘોળાના લંગાળા ગામના હતા. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા બે યુવાનો સિહોરના નેસડા ગામના હોવાનું હાલ જાણવા મળ્યું છે.

જૂનાગઢ લગ્ન પ્રસંગમાંથી હાજરી આપી પરત ફરતા હતા

તમામ લોકો જૂનાગઢ લગ્નપ્રસંગમાંથી હાજરી આપી પરત ફરી રહ્યા હતા. ત્યારે જંગવડ ગામ પાસે અસ્માત નડ્યો હતો. મૃતકમાં નિલેશભાઇ અને રાકેશભાઈ તેમજ ભરતભાઇ અને કલ્પેશભાઇ સગા ભાઇઓ હોવાનું જાણવા મળ્યું છે.

મૃતકોની યાદી

1. લખમણભાઇ રોજાભાઇ કુવાડીયા (કામળેજ. ઉ.32)
2. નિલેષભાઇ ધીરભાઇ ચાવડા (લાખાવડ, ઉ. 26)
3. રાકેશભાઇ ધીરભાઇ ચાવડા (લાખાવડ, ઉ.23)
4. ભરતભાઇ વાશીંગભાઇ કેરોશીયા (લંગાળા, ઉ.26)
5. કલ્પેશભાઇ વાશીંગભાઇ કોરશીયા (લંગાળા, ઉ.26)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments