જૂનાગઢ : વિસાવદર નાં ડેડકડી રેન્જ માં 10 દિવસથી બિમાર વૃદ્ધ સાવજ નાગરાજનું મોત

0
76

જૂનાગઢ:વિસાવદરનાં ડેડકડી રેન્જનાં ભાલછેલ રાઉન્ડમાં કડેલી નેસ પાસેના જંગલમાં નાગરાજ છેલ્લા 10 દિવસથી બિમાર હતો. દુધાળા નેસનાં માલધારીઓ માલઢોર સાથે ચરિયાણમાં જતા ત્યારે નાગરાજને આજ વિસ્તારમાં જોતા. જો કે આજે નાગરાજને સૂતેલો અને હલનચલન ન કરતો જોવા મળતા માલધારીઓને શંકા ગઈ હતી. જેથી તેમને વનવિભાગ ને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સંપર્ક ન થતાં તેઓએ જૂનાગઢ ડીસીએફને જાણ કરી હતી. આથી વનવિભાગ નો સ્ટાફ ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ કરતા નાગરાજનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું.

મહત્વનું છે કે ગીરના જંગલમાં થોડા વર્ષો પહેલાં બાડા અને નાગરાજ નામના બે નર સાવજોની જોડી હતી. આ જોડી હવે ભૂતકાળ બની ગઈ છે. 1 વર્ષ પહેલા તારીખ 28 મે 2018ના રોજ બાડા નામના સાવજે દમ તોડી દીધો હતો. બાદમાં હવે નાગરાજનું પણ મૃત્યુ થતાં બંને ખુંખાર સાવડોની જોડી હવે ગીર જંગલ માટે ભૂતકાળ બની ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here