Monday, September 20, 2021
Homeઅમદાવાદ : જૂની VSના 55 ડૉક્ટર્સની SVPમાં બદલી કરાતાં મેયર ને આવેદનપત્ર...
Array

અમદાવાદ : જૂની VSના 55 ડૉક્ટર્સની SVPમાં બદલી કરાતાં મેયર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

અમદાવાદ: વીએસ સંકુલમાં જ ઉભી કરવામાં આવેલી સરદાર પટેલ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલમાં જૂની વીએસના 55 ડોકટરોને ગેરકાયદે ટ્રાન્સફર કરી દેતા વિવાદ સર્જાયો છે. મ્યુનિ.વિપક્ષે આક્ષેપ કર્યો છે કે, સત્તાના જોરે ભાજપે ટ્રાન્સફર કરી છે. જે અટકાવવા મેયરને આવેદનપત્ર આપ્યું હતું.


દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, વિપક્ષી નેતા દિનેશ શર્મા, સિનીયર કાઉન્સિલર સુરેન્દ્ર બક્ષી સહિતના સભ્યોએ મેયરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, એસવીપી ચાલતી નહીં હોવા છતાં ત્યાં નિષ્ણાત તબીબો નહીં હોવાથી આ પગલું લેવામાં આવ્યુ છે. જૂની વીએસને નોન ટિચિંગ હોસ્પિટલ કરી દેવાની ગોઠવણ ચાલી રહી છે જેથી ગરીબ દર્દીઓને વિનામૂલ્યે મળતી સારવાર બંધ કરી દેવાશે. એસવીપી કાર્યરત થાય તેની સામે વાંધો નથી પરંતુ જૂની વીએસને નામ પૂરતી કરી દેવા સામે વાંધો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments