Tuesday, September 28, 2021
Homeજૅટ ઍરવેઝઃ આ રીતે શરૂ કરી હતી નરેશ ગોયલે કંપની, એક રૂપિયાની...
Array

જૅટ ઍરવેઝઃ આ રીતે શરૂ કરી હતી નરેશ ગોયલે કંપની, એક રૂપિયાની લડાઈમાં હારી ગયાં

જેટ એરવેઝને ઉભું કરીને એક સમયમાં ભારતીય વિમાનની કંપનીઓને સરતાઝ બનાવનાર અને પછી અર્શથી અર્શ પર લાવનાર નરેશ ગોયલની વાર્તા પણ એક રીતે જોઇએ તો કોઇ ફિલ્મથી ઓછી નથી. દિલ્હીથી પોતાનાં કેરિયરની શરૂઆત કરનારા નરેશ ગોયલ બાદમાં મુંબઇમાં શિફ્ટ થઇ ગયા હતાં. જો કે આ માત્ર પોતાની પ્રતિદ્રંદી કંપનીથી એક રૂપિયાની લડાઇ હારી ગયાં કે જેનું નુકસાન જેટનાં કર્મચારીઓએ પણ ચૂકવવું પડ્યું.

 

300 રૂપિયાથી શરૂ કરી હતી નોકરીઃ
નરેશ ગોયલનો જન્મ પંજાબનાં પટિયાલા જિલ્લામાં થયો હતો. 1967માં નરેશ ગોયલ દિલ્હી આવીને વસ્યાં હતાં. બાળપણથી લઇને જવાની સુધી નરેશ ગોયલનું જીવન ગરીબીમાં વીત્યું હતું. ત્યારે માત્ર એક ટંકની રોટીનો પણ જુગાડ કરવો પણ તેઓને માટે ખૂબ મુશ્કેલી ભર્યો રહેતો હતો.

તેઓનાં મામની કનૉટ પ્લેસમાં એક ટ્રાવેલ એજન્સી હતી. ત્યાં તેઓએ 300 રૂપિયાનાં માસિક વેતન પર પોતાની નોકરી શરૂ કરી હતી. ત્યાં તેઓ ખાડી દેશોનાં ઉડાણોની ટિકિટ બુક કરાવવા લાગ્યાં હતાં.

1974માં શરૂ કરી હતી જેટ એરઃ
નરેશ ગોયલે 1974માં પોતાની ખુદની જ ટ્રાવેલ એજન્સી જેટ એરને શરૂ કરી હતી. 1993માં ટ્રાવેલ એજન્સીને બંધ કર્યા બાદ તેઓએ જેટ એરવેઝનો પાયો સ્થાપ્યો. ત્યારે તેઓની પાસે માત્ર બે બોઇંગ 737-300 વિમાન હતાં. આનો પ્રયોગ તે ચાર્ટેડ ફ્લાઇટ તરીકે જોતાં. 2002માં જેટ એરવેઝે માર્કેટ શેરમાં એર ઇન્ડીયાને પણ પાછળ કરી દીધું.

સહારાને ખરીદ્યું, 2012માં હાલત ખરાબઃ
જેટ એરવેઝનાં હાલત 2002થી લઇને 2011 સુધી ખૂબ સારા હતાં. તેઓએ એવામાં શેર માર્કેટમાં IPO લોન્ચ કરી, ત્યારે સહારા એરલાઇનને 2250 કરોડ રૂપિયામાં ખરીદી લીધું. આનાંથી તેઓને 27 વિમાન, 12 ટકા માર્કેટ શેર અને અનેક સારા એવાં આંતરરાષ્ટ્રીય રૂટ પણ મળ્યાં. જો કે, જુલાઇ 2012માં ઇન્ડીગોએ માર્કેટ શેરમાં ખૂબ વધારો કર્યો. એવામાં 2013માં ઇતિહાદે જેટ એરવેઝમાં 24 ટકાની ભાગીદારી ખરીદી લીધી હતી.

જેટને થવા લાગ્યું નુકસાનઃ
ઇન્ડિગોથી પ્રતિસ્પર્ધીને લઇને જેટ એરવેઝને ખૂબ નુકસાન થવાં લાગ્યું હતું. જેટનું ભાડું ઇન્ડીગોને મુકાબલે એક રૂપિયા પ્રતિ કિમી વધારે હતું. 2015માં જેટ એરવેઝ ઇન્ડીગોની સસ્તી ટિકિટ વેચવાની ઓફરને સહન ના કરી શક્યું. જેટ એરવેઝને ઇન્ડીગોને મુકાબલે દરેક સીટ પર પ્રતિ કિમી માત્ર 50 પૈસા જ વધારે કમાણી થઇ રહી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments