જેટલીને જવલ્લે જ થતું ‘સોફ્ટ ટિશ્યૂ સરકોમા’ કેન્સર, અમેરિકામાં ટ્રિટમેન્ટ શરૂ

0
10

નેશનલ ડેસ્કઃ મેડિકલ ચેકઅપ માટે અચાનક અમેરિકા ગયેલા કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીને સોફ્ટ ટિશ્યૂ સરકોમા નામનું જવલ્લે જ થતું કેન્સર હોવાનું જણાયું છે. નાણામંત્રાલયમાં વચગાળાનું બજેટ રજૂ કરવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે તેવા સમયમાં જેટલીએ સારવાર કરાવવા જવું પડ્યું છે. આ મોદી સરકારના કાર્યકાળનું અંતિમ બજેટ છે.

66 વર્ષના જેટલીનું ગયા વર્ષે 14 મેના રોજ એઈમ્સમાં કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. રવિવારે તેઓ અમેરિકા રવાના થયા ત્યારે તેઓ કિડનીની બીમારીના સંદર્ભમાં તપાસ માટે ગયા હશે તેમ મનાતું હતું. તેમના પાછા આવવાની તારીખ અંગે હાલ કોઈ માહિતી ઉપલબ્ધ નથી. કેટલાક સૂત્રોએ તેમના 19 જાન્યુઆરી સુધીમાં પાછા ફરવાની વાત કરી છે. પરંતુ કેટલાકે આ તારીખ આગળ વધવાની આશંકા વ્યક્ત કરી છે. આ અંગે મંત્રાલયના અધિકારીઓએ હાલ ચૂપકિદી સેવી છે. સામાન્ય રીતે વચગાળાના બજેટમાં સરકાર કોઈ નવી જાહેરાતો કરતી નથી. પરંતુ અટકળો છે કે કરદાતાઓ અને ખેડૂતોને ખુશ કરવા માટે સરકાર કોઈ મોટું પગલું ઉઠાવી શકે છે. કિડનીના ટ્રાન્સપ્લાન્ટ પછી જેટલી ઓફિસમાં પાછા ફરે ત્યાં સુધી પીયુષ ગોયલને નાણામંત્રાલયનો કાર્યભાર સોંપાયો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here