Monday, September 20, 2021
Homeજેટ એરવેઝના 1000 પાયલટ્સ 1 એપ્રિલથી ઉડાન નહીં ભરે,
Array

જેટ એરવેઝના 1000 પાયલટ્સ 1 એપ્રિલથી ઉડાન નહીં ભરે,

મુંબઈઃ જેટ એરવેઝના 1000થી વધુ પાયલટ્સ 1 એપ્રિલથી ઉડાન નહીં ભરે. સેલેરી નહીં મળવાને કરાણે તેઓએ આ નિર્ણય કર્યો છે. રિઝોલ્યૂશન પ્લાન અંતર્ગત એરલાયન્સને બેંકમાંથી હજુ સુધી પૈસા નથી મળ્યાં. જેટના પાયલટ્સની સંસ્થા નેશનલ એવિએટર્સ ગિલ્ડે (એનએજી) શુક્રવારે આ જાણકારી આપી. જેટના કુલ 1600 પાટલટ્સ છે. જેમાંથી 1100 એનએજી સાથે જોડાયેલાં છે.

NAGએ ગત સપ્તાહે કહ્યું હતું કે 31 માર્ચ સુધી પાયલટ્સને બાકી વેતન નહીં મળે અને એરલાયન્સનો રિવાઈવલ પ્લાનની સ્થિતિ સ્પષ્ટ નહીં થાય તો 1લી એપ્રિલથી વિમાન નહીં ઉડે.

એનએજીના પ્રેસિડન્ટ કરણ ચોપડાએ શુક્રવાર સાજે કહ્યું કે રિસ્ટ્રક્ચરિંગ અંતર્ગત 29 માર્ચ સુધી જેટને એસબીઆઈથી ફંડ મળવાની આશા હતી, પરંતુ એવું ન થયું. મેનેજમેન્ટ તરફથી સેલેરીની ચુકવણીને લઈને કોઈ અપડેટ નથી મળ્યું. તેથી મુંબઈ અને દિલ્હીના પાયલટ્સને આ નિર્ણય લેવો પડ્યો.

આ પહેલાં ન્યૂઝ એજન્સીના સૂત્રોના અહેવાલથી જણાવાયું હતું કે લગભગ 200 પાયલટ્સે જેટ એરવેઝના સીઈઓ વિનય દુબેને પત્ર લખીને કામ પર નહીં આવવાની ધમકી આપી છે. સેલેરી ન મળવાને કારણે પાયલટ્સે કાયદાકીય કાર્યવાહીના વિકલ્પ પર પણ વિચાર કરી રહ્યાં છે.

જેટના પાયલટ્સ અને એન્જિનિયર્સને ત્રણ મહિનાથી સેલેરી નથી મળી. ગત સપ્તાહે એન્જિનિયર્સે પણ કહ્યું હતું કે આર્થિક પરિસ્થિતિને કારણે તેમની માનસિક સ્થિતિ પર અસર પડી રહી છે. તેથી જેટના વિમાનોની સુરક્ષાને લઈને પણ ખતરો છે.

25 માર્ચે નરેશ ગોયલ અને તેમની પત્નીના એરલાયન્સ બોર્ડમાંથી રાજીનામું આપ્યાં બાદ બેંક જેટને 1500 કરોડ રૂપિયા આપવા માટે તૈયાર છે. એસબીઆઈના નેતૃત્વવાળા બેંકના કંસોર્શિયસયમની સાથે દેવા રિસ્ટ્રક્ચરિંગ યોજના અંતર્ગત આ સહમતિ બની હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments