Sunday, September 19, 2021
Homeજેટ એરવેઝની હાલત પર ઉડ્ડયન મંત્રીએ ઈમરજન્સી મિટિંગ બોલાવવા માટે કહ્યું
Array

જેટ એરવેઝની હાલત પર ઉડ્ડયન મંત્રીએ ઈમરજન્સી મિટિંગ બોલાવવા માટે કહ્યું

નવી દિલ્હીઃ નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ જેટ એરવેઝની હાલત પર નાગરિક ઉડ્ડયન સચિવની ઈમરજન્સી મીટિંગ બોલાવવાના નિર્દેશ આપ્યા છે. જેટ એરવેઝ દ્વારા વિમાન ઉભા રાખવા, એડવાન્સ બુકિંગ, કેન્સલેશન, રિફન્ડ અને સુરક્ષા જેવા મુદ્દાને લઈને નિર્દેશ આપ્યા છે. મંત્રીએ આ મુદ્દા પર એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ પાસેથી જેટ એરવેઝનો રિપોર્ટ માંગવા માટે પણ કહ્યું છે.

જેટના એન્જિનિયરોએ ડીજીસીએને પત્ર લખ્યો

સેલેરી ન મળવા પર નારાજ જેટ એરવેઝના એરક્રાફટ મેન્ટેનન્સ એન્જિનિયરોના યુનિયને ડીજીસીએને પત્ર લખીને કહ્યું છે કે વિમાનોની સુરક્ષા ખતરામાં છે. યુનિયને કહ્યું છે કે એન્જિનિયરોની ત્રણ મહિનાની સેલેરી બાકી છે. આ કારણે નાણાંકીય જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ થઈ ગઈ છે. આ કારણે કામ દરમિયાન એન્જિનિયરોની માનસિક સ્થિતિ પર વિપરીત અસર પડી છે. આ કારણે જેટ એરવેઝના વિમાનોની સુરક્ષા ખતરામાં છે.

જેટ એરવેઝ પર 8,200 કરોડ રૂપિયાનું દેવું

આર્થિક સંકટનો સામનો કરી રહેલી જેટ એરવેઝ મંગળવારે ત્રીજાવાર ડિફલ્ટ કરનાર છે. એરલાઈને સોમવારે કહ્યું કે મંગળવારે ડિબેન્ચર-ધારકોને વ્યાજ ચુકવવાનું છે. જોકે તેની પાસે પૈસા નથી. એરલાઈન જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ત્રણ વાર પેમેન્ટમાં ચૂક કરી ચૂકી છે. જોકે તેણે એ માહિતી આપી નથી કે હાલ કેટલા પૈસા આપવાના છે. બીજી તરફ કંપનીના ચેરમેન નરેશ ગોયલે 16,000 કર્મચારીઓને પત્ર લખીને ઝડપથી કોઈ સમાધાન નીકાળવા માટેનો ભરોસો આપ્યો છે. કંપની પર 8,200 કરોડ રૂપિયાનું દેવું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments