Thursday, October 21, 2021
Homeજેટ એરવેઝને બેન્કોમાંથી 500 કરોડ રૂપિયા મળી શકે છે
Array

જેટ એરવેઝને બેન્કોમાંથી 500 કરોડ રૂપિયા મળી શકે છે

નવી દિલ્હીઃ આર્થિક સંકટનો સામનો કરી રહેલી જેટ એરવેઝને બેન્કોમાંથી 500 કરોડ રૂપિયા મળી શકે છે. પંજાબ નેશનલ બેન્ક(પીએનબી)ના એમડી સુનીલ મહેતાએ શુક્રવારે કહ્યું કે બેન્કોનું કન્સોર્ટિઅમ જેટના ઈન્ટરિમ ફન્ડિંગ પર વિચાર કરી રહ્યું છે. પીએનબી જેટ એરવેઝને લોન આપના બેન્કોના કન્સોર્ટિઅમમાં સામેલ છે.

જેટ એરવેઝ લોનનું રિસ્ટ્રકચરિંગ અને મૂડી એકત્રિત કરવાની કોશિશ કરી રહી છે. તેની પર 8,052 કરોડ રૂપિયાનું દેવું છે. એરલાઈનના બોર્ડે 14 ફેબ્રુઆરીએ બેન્કોના નેતૃત્વમાં પ્રોવિઝનલ રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી. આ અંતર્ગત એરલાઈનને ધીરાણ કરનાર બેન્કોને શેરહોલ્ડર્સ બનાવવાની યોજના છે.

જેટએરવેઝે શુક્રવારે બેન્કોની લોનને ઈક્વિટીમાં બદલવા માટે ઈજીએમ કરી હતી. તેનું પરિણામ શનિવારે આવશે. ઈજીએમમાં બેન્કોના 11.40 કરોડ શેર બહાર પાડવા માટે પરવાનગી માંગવામાં આવી હતી. એરલાઈને શુક્રવારે રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ માહિતી આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments