Wednesday, September 22, 2021
Homeજેટ એરવેઝે અબુ ધાબીથી તમામ ફલાઈટ્સો બંધ કરી, વિમાનોમાં ઘટાડાનો સંકેત આપ્યો
Array

જેટ એરવેઝે અબુ ધાબીથી તમામ ફલાઈટ્સો બંધ કરી, વિમાનોમાં ઘટાડાનો સંકેત આપ્યો

મુંબઈઃ જેટ એરવેઝે અબુ ધાબીથી આવતી તમામ ફલાઈટ્સ સોમવારથી અનિશ્ચિત સમય માટે બંધ કરી દીધી છે. એરલાઈને આ માટેનું કારણ ઓપરેશનલ ગણાવ્યું છે. એરલાઈનનું કહેવું છે કે આવનારા સામયમાં એરક્રાફટની અછતનો સામનો કરવો પડી શકે છે. આ કારણે ઓપરેશન અબુ ધાબીથી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એતિહાદ એરપોર્ટે પણ આ બાબતે રવિવારે મુસાફરો માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.

સેલેરીમાં લેટ થવાથી જેટના પાયલટ હેરાન, સરકારને પત્ર લખ્યો હતો

જેટના આ નિર્ણયથી અબુ ધાબીથી ઉડાન ભરનાર તમામ મુસાફરો માટે મુશ્કેલી સર્જાય તેવી શકયતા છે. જેટ એરવેઝનું કહેવું છે કે તેણે મુસાફરો અને ડીજીસીએને માહિતી આપી દીધી છે.
આર્થિક સંકટ અને લીઝ ન ચૂકવવાને કારણે જેટ એરવેઝ અત્યાર સુધીમાં 53 વિમાનને ગ્રાઉન્ડ કરી ચૂકી છે. એરલાઈન છેલ્લા ઘણાં મહીનાઓથી પાયલટ, એન્જિનિયર અને અન્ય કર્મચારીઓની સેલેરી પણ સમય પર આપી રહી નથી. તેનાથી હેરાન પાયલટ્સે સરકારની દખલગીરીની માંગ કરી છે.
જેટ એરવેઝેના ચેરમેન નરેશ ગોયલે 8 માર્ચે પાર્ટનર એરલાઈન એતિહાદ એરવેઝના ગ્રુપ સીઈઓ ટોની ડગલસને પત્ર લખ્યો હતો. ગોયલે એતિહાદ પાસે 750 કરોડ રૂપિયાની મદદ માંગી હતી. ગોયલે કહ્યું હતું કે ઝડપથી રકમ ન મળી તો તમામ વિમાન ઉભા રાખવા પડી શકે છે.
ગોયલે થોડા દિવસો પહેલા કર્મચારીઓને પણ પત્ર લખ્યો હતો. તેમણે ભાવનાત્મક પત્ર લખીને અપીલ કરી હતી કે મુશ્કેલ હાલતમાં થોડો સમય વધુ સાથ આપો. ગોયલે આ બાબતે ભરોસો આપતા જણાવ્યું હતું કે 18 માર્ચ સુધીમાં તમામ પરિસ્થિતિ આપણા પક્ષમાં હશે.
જેટ એરવેઝનું દેવું વધીને 8,200 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. માર્ચના અંત સુધીમાં 1,700 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની છે. ગત સપ્તાહે જેટે એક વિદેશી દેવાની ચૂકવણીમાં ચૂક કરી હતી. ઘરેલુ દેવાની ચૂકવણીમાં અત્યાર સુધીમાં તેણે કોઈ ડિફોલ્ટ કર્યું નથી. ડિસેમ્બરમાં તેણે ચૂકવણીમાં વાર કરી હતી. પરંતુ બાદમાં ચૂકવણી કરી રહી છે.

જેટ એરવેઝના બોર્ડે 14 ફેબ્રુઆરીએ દેવાના રિસ્ટ્રકચરિંગના પ્લાનને મંજૂરી આપી હતી. તેના અમલમાં આવ્યા બાદ લોન આપનાર બેન્ક જેટ એરવેઝની સૌથી મોટી શેરધારક બની જશે. કંપનીની 21 જાન્યુઆરીએ થયેલી ઈજીએમમાં શેરધારકો પણ બેન્કોના દેવાને કંપનીના શેરમાં બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપી ચૂક્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments