Friday, March 29, 2024
Homeજેટ એરવેઝે આ કારણોના લીધે ચાર વિમાનોને ઉડાવવાનું કર્યું બંધ
Array

જેટ એરવેઝે આ કારણોના લીધે ચાર વિમાનોને ઉડાવવાનું કર્યું બંધ

- Advertisement -

રોકડ નાણાની ખેંચથી પીડાતી જેટ એરવેઝ કંપનીએ લીઝ-રેન્ટલનું ચૂકવણું નહિ થવાથી વધુ ચાર વિમાનોને ઉડાવવાનું બંધ કરતા આવા કુલ વાહનોની સંખ્યા ૪૧ પર પહોંચી છે. નાણાકીય મુશ્કેલીમાં ફસાયેલી આ એરલાઇન નવેસરથી ભંડોળ પ્રાપ્તિ માટે કોશિશ કરી રહી છ.

સંબંધિત લીઝ કરાર હેઠળ લીઝહોલ્ડરોને પૈસાનું ચૂકવણું બાકી રહેવાથી વધુ ચાર વિમાનોના ઉડ્ડયનો બંધ કરાયા છે, એમ એરલાઇને સ્ટોક એક્સચેન્જને જણાવ્યું છે.

કંપનીએ કહ્યું કે અગાઉ જણાવ્યુ એમ, પોતે પોતાને એરક્રાફટ લીઝ પર આપનારી તમામ પાર્ટીઓના સક્રિય સંપર્કમાં છે. રોકડ રકમ મેળવવા માટે થઈ રહેલા પ્રયાસોની છેલ્લામાં છેલ્લી સ્થિતિ વિષે એમને નિયમિતપણે વાકેફ રાખવામાં આવી રહી છે. એરક્રાફ્ટ લીઝ પર આપનારાઓ કંપનીના આ બાબત વિષેના પ્રયાસોને સહયોગ આપી રહ્યાં છે. નેટવર્કમાં ઓછામાં ઓછું ભંગાણ સર્જાય એ માટે બધા પ્રયત્નો થઈ રહ્યાં છે. એમ કંપનીએ જણાવ્યું છે.

કંપનીના અધ્યક્ષ નરેશ ગોયલે આ મહિનાના આરંભે કહ્યું હતું કે ૫૦ થી વધુ વિમાનોને ‘ઓપરેટ’ કરાઈ રહ્યા નથી. કંપનીની વેબસાઈટ પરથી જાણવા મળ્યા મુજબ કંપની પાસે ૧૧૯ વિમાનોનો કાફલો છે. રોકડ રકમની કામચલાઉ ખેંચના લીધે કંપનીના ડીબેન્ચર ધારકોને આગામી તા.૧૯ માર્ચે ચૂકવવાપાત્ર વ્યાજની રકમમાં વિલંબ થશે. એમ કંપનીએ જણાવ્યું છે.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular