Tuesday, September 21, 2021
Homeજેટ એરવેઝે એતિહાદ પાસે 750 કરોડ રૂપિયા માંગ્યા, ફન્ડિંગમાં મોડું થશે તો...
Array

જેટ એરવેઝે એતિહાદ પાસે 750 કરોડ રૂપિયા માંગ્યા, ફન્ડિંગમાં મોડું થશે તો એરલાઈન બંધ થવાનું જોખમ

મુંબઈઃ જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલે એરલાઈન પાર્ટનર એતિહાદ એરવેઝને પત્ર લખીને 750 કરોડ રૂપિયની કેશ તાત્કાલિક મંગાવી છે. ગોયલે હાલત ખૂબ જ સંકટપૂર્ણ હોવાનું જણાવતા કહ્યું કે જેટ એરવેઝને બચાવવા માટે અગામી સપ્તાહ સુધી રકમ જોઈએ. ઈન્ટરિમ ફન્ડિંગમાં મોડું થયું તો જેટનું ભવિષ્ય જોખમમાં છે. આ કારણે એરલાઈન બંધ પણ થઈ શકે છે.

જેટ એરવેઝને જેટ પ્રિવિલેજના શેરને ગીરવે મૂકવાની મંજૂરી મળી

ગોયલે ગત સપ્તાહે શુક્રવારે(8 માર્ચે) પત્ર લખ્યો હતો. તેની માહિતી સોમવારે બહાર આવી છે. ગોયલે લખ્યું હતું કે અગામી સપ્તાહ સુધીમાં રકમની જરૂર પડશે. એટલે કે આ સપ્તાહ સુધીમાં જેટ એરવેઝને ફન્ડ જોઈએ.
ગોયલના જણાવ્યા પ્રમાણે જેટ એરવેઝને જેટ પ્રિવિલેજના શેર ગીરવે મૂકવાની ઉડ્ડયન મંત્રાલયની મંજૂરી મળી ચૂકી છે. લોયલ્ટી પ્રોગ્રામ જેટ પ્રિવિલેજમાં જેટ એરવેઝનો 49.9 ટકા હિસ્સો છે. બાકીના શેર એતિહાદ એરવેઝના છે.
જેટ એરવેઝના રિઝોલ્યુશન પ્લાન પર એતિહાદનું બોર્ડ સોમવારે આબુધાબીમાં ચર્ચા કરશે. જેટ એરવેઝમાં એતિહાદનો 24 ટકા હિસ્સો છે. તેણે એપ્રિલ 2014માં જેટમાં શેર ખરીદ્યા હતા.
નાણાંકીય સંકટનો સામનો કરી રહેલી જેટ એરવેઝે લીઝની ચૂકવણી ન કરતા છેલ્લા થોડા મહિનાઓમાં 50 વિમાનો ગ્રાઉન્ડ કરવાની ફરજ પડી હતી. 30 સપ્ટેમબર 2018 સુધી જેટ એરવેઝ પર દેવાનો બોઝો વધીને 8,052 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો હતો.
ગોયલે ફુલ સર્વિસ એરલાઈન જેટ એરવેઝની સ્થાપના 25 વર્ષ પહેલા કરી હતી. એરલાઈનમાં તેમનો 51 ટકા હિસ્સો છે. ખાડી એરલાઈન એતિહાદનો જેટમાં 24 ટકા હિસ્સો છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments