Tuesday, September 21, 2021
Homeજેટ એરવેઝે 16 હજાર કર્મચારીઓની સેલેરી રોકી, મંત્રીએ તેને કંપનીનો આંતરિક મામલો...
Array

જેટ એરવેઝે 16 હજાર કર્મચારીઓની સેલેરી રોકી, મંત્રીએ તેને કંપનીનો આંતરિક મામલો ગણાવ્યો

નવી દિલ્હીઃ દેવામાં ડૂબેલી એરલાઈન જેટ એરવેઝે બુધવારે કહ્યું કે કંપની તેના 16,000 કર્મચારીઓને માર્ચ 2019ની સેલેરી આપી શકશે નહિ. કંપની સતત આ સ્થિતિની પતાવટનો પ્રયત્ન કરી રહી છે. આ અંગે સિવિલ એવિએશન મંત્રી સુરેશ પ્રભુએ કહ્યું કે આ મામલો બેન્ક અને મેનેજમેન્ટની વચ્ચેનો છે. મંત્રાલય તેમાં કોઈ પણ પ્રકારની કોઈ ડીલ કરી રહ્યું નથી.

અધિકારીએ કહ્યું- હાલત ઠીક કરવામાં સમય લાગશે

જેટ એરવેઝના અધિકારી રાહુલ તનેજાએ કહ્યું કે જેટ એરવેઝ મેનેજમેન્ટ કંપનીના સારા સંચાલન અને સ્થિર ભવિષ્યને લઈને કામ કરી રહ્યું છે. તેના માટે કેટલાક સંસ્થાનો અને ઋણ આપનારનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે. જોકે આ પ્રકારની મુશ્કેલીઓને હલ કરવામાં અપેક્ષા કરતા વધુ સમય લાગે છે. અમે સતત તેની પતાવટનો પ્રયત્ન કરી રહ્યાં છે. હાલની હાલતમાં માર્ચ 2019ની સેલેરી આપી શકાશે નહિ.

છેલ્લા થોડા મહિનાઓથી સેલેરી આપવામાં આવી નથી

જેટ એરવેઝ કર્મચારીઓને ક્યાં સુધીમાં સેલેરી આપી શકશે તેનું અપડેટ 9 એપ્રિલે મળશે. કંપની છેલ્લા થોડા મહિના ઓથી પાયલટ, ક્રૂ અને કર્મચારીઓને સેલેરી આપી રહી નથી.

ગોયલે કહ્યું- હું દરેક શરતો માનવા તૈયાર

જેટ એરવેઝના પૂર્વ ચેરમેન નેરેશ ગોયલે એક નિવેદનમાં કહ્યું કે હું જેટ એરવેઝના સુરક્ષિત ભવિષ્ય માટે ઋણ આપનાર ની દરેક શરતો માનવા તૈયાર છું. મે તેમને સમાધાન યોજનાના સફળ અમલીકરણ માટે દરેક છુટછાટ આપી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments