જેટ એરવેઝ લોન આપનારને શેરહોલ્ડર્સ બનાવવા માંગે છે, SBI 15% હિસ્સો લઈ શકે છે

0
21

નવી દિલ્હીઃ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા(SBI) જેટ એરવેઝમાં 15 ટકા શેર લઈ શકે છે. મિડિયા રિપોર્ટસના જણાવ્યા પ્રમાણે એસબીઆઈએ જેટને લોન આપી છે. તેના બદલામાં તે હિસ્સો ખરીદી શકે છે. નાણાંકીય સંકટનો સામનો કરી રહેલી જેટ એરવેઝે સોમવારે કહ્યું હતું કે તે રોકાણ અને હાલની લોનના બદલમાં શેર ઈસ્યુ કરીને લેન્ડરને હિસ્સો આપવા માટે કંપની બોર્ડની સામે પ્રસ્તાવ મૂકશે. જેટે 21 ફેબ્રુઆરીએ શેરહોલ્ડર્સની ઈજીએમ બોલાવી છે.

નરેશ ગોયલનો હિસ્સો 20 ટકાથી નીચે આવી શકે છે

મિડિયા રિપોર્ટસના જણાવ્યા પ્રમાણે જેટના પ્રસ્તાવને કંપની બોર્ડની મંજૂરી મળે છે તો રિસ્ટ્રકચરિંગ બાદ તેના લેન્ડર્સને 30 ટકા શેર મળે છે. જેટના પાર્ટનર એતિહાદના હિસ્સામાં 40 ટકા શેર આવી શકે છે. હાલ તેની પાસે જેટનો 24 ટકા હિસ્સો છે. જેટના ચેરમેન નરેશ ગોયલનું શેરહોલ્ડિંગ 51 ટકાથી ઘટીને 20 ટકા પર આવી શકે છે.

જેટ પર 10,900 કરોડ રૂપિયાનું દેવું

નાણાંકીય સંકટના કારણે ગત વર્ષે 31 ડિસેમ્બરે જેટ એરવેઝ બેન્કોની લોનની ચૂકવણી કરવામાં નિષ્ફ રહી હતી. તેણે માર્ચના અંત સુધીમાં લગભગ 1,700 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની છે. પ્રથમ ત્રિમાસિકમાં જેટે 3,656 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. જેટ એરવેઝ પર દેવાનો બોઝ વધીને હાલ 10,900 કરોડ થયો છે.

જેટ એરવેઝનો શેર 2 દિવસમાં 5 ટકા ઘટ્યો

બીએસઈ પર જેટ એરવેઝનો શેર મંગળવારે 1.08 ટકાના ઘટાડા સાથે 242.75 રૂપિયા પર બંધ થયો હતો. સોમવારે પણ શેર 3.97 નુકસાનમાં રહ્યો હતો. છેલ્લા એક વર્ષમાં શેરની કિંમત લગભગ 70 ટકા ઘટી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here