Thursday, October 21, 2021
Homeજેડન વાવાઝોડાંના કારણે ભારે હિમવર્ષા; રેલવે ટ્રેક પર આગ લગાવી, લોકોને ઉંડા...
Array

જેડન વાવાઝોડાંના કારણે ભારે હિમવર્ષા; રેલવે ટ્રેક પર આગ લગાવી, લોકોને ઉંડા શ્વાસ નહીં લેવાની તાકીદ

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં પોલાર વોર્ટેક્સના કારણે (ધ્રુવીય વમળ)ના કારણે 1 કરોડ લોકો સામે જોખમ ઉભું થયું છે. અમેરિકામાં ભારે હિમવર્ષાના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે અને 5 રાજ્યોમાં ડિલીવરી સિસ્ટમ અટકાવી દેવામાં આવી છે, ઉપરાંત 2,700 ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે. મિડવેસ્ટ સ્ટેટમાં ત્રાટકેલાં જેડન વાવાઝોડાંના કારણે 4 લોકોનાં મોત થયા છે અને હવામાન વિભાગે અત્યંત ઠંડા હવામાનના કારણે મૃત્યુઆંક વધશે તેવી આશંકા વ્યક્ત કરી છે. યુએસ પોસ્ટલ સર્વિસે અત્યંત ઠંડી અને ભારે હિમવર્ષાના કારણે કુરિયર અને અન્ય ડિલીવરી સિસ્ટમ અટકાવી દીધી છે. મિનેસોટા, વેસ્ટર્ન વિન્સકોઇન, લોવા, નેબ્રાસ્કા અને વેસ્ટર્ન ઇલિનોઇસ સ્ટેટમાં ડિલીવરી અને અન્ય સર્વિસ ઠપ થઇ ગઇ છે.

હવામાનથી મૃત્યુઆંક વધવાની આશંકા

  • હવામાન વિભાગ અનુસાર, શિકાગો એન્ટાર્કટિકા જેટલી જ ઠંડી પડશે. શિકાગોમાં અત્યંત ઠંડી હોવાના કારણે રેલવે ક્રૂએ પાટા પર આગ લગાવી દીધી હતી જેથી ટ્રેન સરળતાથી આગળ વધી શકે. એક માત્ર શિકાગોમાં 1,550 ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. નેશનલ વેધર સર્વિસે લોકોને ઠંડી અને હિમવર્ષાના કારણે ઉંડા શ્વાસ નહીં લેવાની અપીલ કરી છે. હવામાન વિભાગ અનુસાર, આ ઠંડી હવાના કારણે ફેફસાને વધુ નુકસાન થવાની શક્યતાઓ છે. જેના કારણે લોકોનાં મોત પણ થઇ શકે છે.
  • સબ-ઝીરો ટેમ્પરેચરના કારણે કેનેડા, મિડવેસ્ટ, ઇસ્ટ કોસ્ટ બરફની સફેદ ચાદરમાં ઢંકાઇ ગયું છે. મિડવેસ્ટમાં પ્રખર ઠંડીના કારણે વાવાઝોડું ત્રાટક્યું હતું. પરિણામે આખા પ્રદેશમાં ભારે હિમવર્ષા થઇ હતી અને બે લોકોનાં મોત થયા હતા.
  • હવામાન વિભાગ અનુસાર, શિકાગોમાં -28 ડિગ્રી સે. નીચું તાપમાન રહેશે. ડેટ્રોઇટમાં -15 ડિગ્રી સે તાપમાન રહેશે. આજે બુધવારે વિસકોઇન, ઇલ્યુનોઇસ અને મિશિગનમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. ઇલ્યુનોઇસના ગવર્નરે લોકોને અપીલ કરતાં કહ્યું કે, આ હવામાનમાં દરેક વ્યક્તિએ પોતાની સંભાળ જાતે જ લેવી પડશે. તમે અને તમારો પરિવાર સુરક્ષિત રહે તેની તકેદારી રાખો.
જીવને જોખમી સ્થિતિ, અસંખ્ય અકસ્માતો
  • શિકાગોના મેયર રેહ્મ ઇમેન્યુઅલે કહ્યું કે, આ હવામાન જીવને જોખમી છે. અત્યાર સુધી હવામાનમાં 4 લોકોનાં મોત થયા છે. શિકાગોમાં ધુમ્મસ અને ભારે હિમવર્ષાના કારણે મુખ્ય રસ્તાઓ પર અકસ્માતોની હારમાળ સર્જાઇ હતી. ઇન્ડિયાના અને મિલવેક્યુમાં એક વ્યક્તિ ગેરેજમાં થીજી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. જેને ડોક્ટરોએ બાદમાં મૃત જાહેર કર્યો હતો.
  • મિનેપોલીસમાં ઠેર-ઠેર શેલ્ટર હાઉસ તૈયાર કરવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સ ક્રૂ અને ઇમરજન્સી સર્વિસને તૈયાર રાખવામાં આવી છે. મેયર ઇમેન્યુઅલે કહ્યું કે, શિકાગોમાં 5 બસો ગોઠવવામાં આવી છે, જેથી હિમવર્ષામાં ફસાયેલા લોકોને તાત્કાલિક શેલ્ટર હાઉસમાં ખસેડી શકાય. શિકાગોમાં અંદાજિત 160 વોર્મિંગ સેન્ટર ઉભાં કરવામાં આવ્યા છે.
વોશિંગ્ટનમાં કોલ્ડ ઇમરજન્સી જાહેર
  • વોશિંગ્ટનમાં કોલ્ડ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. એટલાન્ટામાં 300 ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે.
  • સાયન્ટિસ્ટ્સના જણાવ્યા અનુસાર, ક્લાઇમેટ ચેન્જના કારણે હવામાનમાં આટલી હવે ફેરફાર જોવા મળે છે. પોલાર વોર્ટેક્સના કારણે આર્કિટિકનો પવન હાલ નોર્થ પોલ તરફ જઇ રહ્યો છે. નેશનલ ઓશિયેનિક અને એટમોસફેરિક એડમિનિસ્ટ્રેશને કહ્યું કે, વિન્ટર વાવાઝોડાંના કારણે એ સાબિત નથી થતું કે, ગ્લોબલ વોર્મિંગ નથી થઇ રહ્યું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments