Sunday, November 28, 2021
Homeજેણે આંખના પલકારે જ આતંકવાદીઓને સાફ કરી દીધા હતા, એ ઈઝરાયલ આવ્યું...
Array

જેણે આંખના પલકારે જ આતંકવાદીઓને સાફ કરી દીધા હતા, એ ઈઝરાયલ આવ્યું ભારતની મદદે

પુલવામામાં સીઆરપીએફ જવાનોના કાફલામાં થયેલા આતંકવાદી હુમલા પર દરેક દેશ ભારતને પોતાનો સહયોગ આપી રહ્યા છે. ઈઝરાયલે પણ ભારતને આ મામલે દરેક પ્રકારની મદદની જાહેરાત કરી છે. ઈઝરાયલે કહ્યું કે તે આતંકવાદીઓને સાફ કરવા માટે ભારતની દરેક પ્રકારે મદદ કરવા તૈયાર છે.

આ પહેલા ભારતીય સેનાના સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલાને લઈને સ્પષ્ટ કર્ય કે જૈશના આ આતંકી હુમલામાં સીધી રીતે પાકિસ્તાની ખુફિયા એજન્સી આઈએસઆઈનો હાથ હતો. સેનાએ જણાવ્યું કે જૈશે પાકિસ્તાન અને ISIની મદદથી પુલવામામાં હુમલો કર્યો છે.

ભારતીય સેનાની ચિનાર કોર્પ્સના જીઓસી લેફ્ટિનેન્ટ કર્નલ કેજેએસ ઢિલ્લને કહ્યું કે, ‘આ હુમલામાં ISIનો હાથ હોવાની આશંકા હોવાથી ઈનકાર ન કરી શકાય. જૈશ-એ-મોહમ્મદ પાકિસ્તાન આર્મીનું જ બાળક છે. આ હુમલામાં પાકિસ્તાની સેનાનો 100 ટકા હાથ છે. આમા અમને અને તમને કોઈ શંકા નથી.’

આ વચ્ચે ભારતથી તણાવ દુર કરવા માટે પાકિસ્તાને યુએનનો દરવાજો ખખડાવ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમ્મદ કુરેશીએ યુએન મહાસચિવ એતોનિયો ગુતારેસને સોમવારે પત્ર લખીને ભારત સાથે તણાવ ઓછો કરવાની દિશામાં મદદ માંગી છે.

પત્રમાં કુરેશીએ લખ્યું, ‘ભારતની તરફથી સતત ફોર્સના ઉપયોગની ધમકીઓની વચ્ચે મારા માટે આ ખુબ આવશ્યક થઈ ગયું છે કે હું ક્ષેત્રમાં સુરક્ષાની સ્થિતિઓ પર તમારું ધ્યાન દોરું.’ કુરેશીએ પોતાના પત્રમાં લખ્યું કે , પુલવામામાં થયેલા હુમલાને કાશ્મીરી યુવકે અંજામ આપ્યો છે. તેમણે પત્રમાં જણાવ્યું કે હુમલાની તપાસ પહેલા પાકિસ્તાને તેનો દોષ આપવો ખોટું છે.

ઈઝરાયલે આ રીતે આપ્યો હતો આતંકવાદીઓને જડબા તોડ જવાબ

પુલવામા હુમલા બાદ દેશમાં આતંકવાદીઓ સામે કડક પગલા લાવાની માંગ કરવામાં આવી રહી છે. કંઇક એવી જ રીતે જેમ ઈઝરાયલ આતંકવાદિઓ સામે નિપટે છે. ઈઝરાયલ કમાન્ડોએ ધણા એવા ઓપરોશન પાર પાડ્યા છે. જેમાં આતંક ઓની કમર તોડી દીધી છે. ઈઝરાયલના એ ખાસ ઓપરેશનમાં એક ઓપરેશન હતું, ઓપરેશન એન્તેબે જેને આ ઓપરેશનના હીરો જોનાથનના નામ પર પછીથી ઓપરોશન જોનાથનના નામથી ઓળખવામાં આવ્યું.
આ દુનિયાના સૌથી સાહસિક સૈન્ય ઓપરેશનમાં એક હતું. ઓપરેશને દુનિયામાં ઈઝરાયલની ઘાક જમાવી દીધી. આવો જાણીએ આ ઓપરેશનની પૂરી કહાણી કે કઈ રીતે ઈઝરાયલે આતંકવાદીઓને આંખના પલકારે સાફ કરી દીધા.

27 જૂન, 1976 એર ફ્રાંસના એક વિમાને તેલ અવીવથી પેરિસ માટે ઉડાન ભરી. વિમાનમાં 248 યાત્રી અને ચાલક દળના 12 સદસ્ય હાજર હતા. વિમાન પહેલાથી જ નિર્ધારિત શેડ્યુલના અનુસાર એથેન્સમાં થોડી વાર માટે ઉભુ રહ્યું. તેજ સમયે ચાર આતંકવાદી રિવોલ્વર અને હેન્ડ ગ્રેનેડ લઈને વિમાનમાં ધુસી ગયા.

 

બે આતંકવાદીઓ વિલ્ફ્રેડ બોસ અને બ્રિગિટ કુલમન જર્મનીના રિવોલ્યુશનરી સેલ્સ નામના સંગઠનના હતા અને બે આતંકવાદીઓ પોપ્યુલેશન ફ્રન્ટ ફોર ધ લિબ્રેશન ઓફ ફિલિસ્તીનના હતા. આતંકી વિમાનના કોકપિટમાં ઘુસી ગયા અને વિમાનનું અપહરણ કરી લીધુ. અપહરણ કર્તાઓએ 5 મિલિયન ડોલર અને પોતાના પાંચ અલગ-અલગ દેશોમાં બંધ પોતાના 53 કેદીઓને છોડવાની માંગ કરી.

આતંકવાદીઓએ ધમકી આપી કે જો કેદીઓને છોડવામાં નહીં આવે તો એક એક કરીને તે ઈઝરાયલી યાત્રીઓની હત્યા કરી દેશે. આતંકવાદીઓએ વિમાનને બેનગાજી, લીબિયા લઈ જવા કહ્યું. ત્યાં વિમાનમાં ઈંધણ પુરાવવામાં આવ્યું. લીબિયામાં આતંકવાદીઓએ બ્રિટેનમાં જન્મી એક ઈઝરાયલી નાગરિકને જવા દીધી. બેનગાજીથી તે વિમાનને યુગાંડાના એન્તેબે હવાઈ અડ્ડા પર લઈ ગયા. યુગાંડાની પસંદગી તેમણે એ માટે કરી કારણ કે ત્યાંના રાષ્ટ્રપતિ ઈદી અમીનને આતંકવાદીઓ સાથે સહાનુભુતિ હતી.

આતંકવાદીઓ બધા યાત્રીઓને એન્તબે એરપોર્ટના જુના ટર્મિનલ બિલ્ડિંગમાં લઈ ગયા. ત્યાર બાદ આતંકવાદીઓએ ઈઝરાયલી અને ઈઝરાયલી ન હોય તેવા યાત્રીઓને અલગ કર્યા. ઈઝરાયલી ન હોય તેવા યાત્રીઓને છોડી દેવામાં આવ્યા જે પેરિસ જતા રહ્યા. 94 ઈઝરાયલી યાત્રીઓ અને બીજા ચાલક દળના સદસ્પને બંધક બનાવી લેવામાં આવ્યા.

જ્યારે બંધક બનાવવાની ખબર ઈઝરાયલ પહોંચી તો ત્યાં હંગામો થઈ ગયો. બંધકોમાં ઈઝરાયલના એ વખતના પ્રધાનમંત્રી ઈત્ઝાક રાબિનના સબંધિ પણ હતા. બંધકોને છોડાવવા માટે સરકાર પર દબાણ વધતુ જઈ રહ્યું હતું. પરંતુ બચાવ મિશન ખૂબ મુશ્કેલ હતું. હકીકતે ઈન્તેબે અને ઈઝરાયલ વચ્ચે લગભગ ચાર હજાર કિલોમીટરની દૂરી છે.

જલમાર્ગ અને કીનિયા થઈને જમીનના રસ્તે યુગાંડે પહોંચવું ઘણું મુશ્કેલ હતું. પરંતુ હવાઈ માર્ગથી જવું પણ પડકાર રૂપ હતું. માટે વિમાનને મિસ્ર, સુડાન અને સાઉદી અરબ થઈને જવું પડ્યું. આ દેશો સાથે પહેલાથી જ ઈઝરાયલની દુશ્મની હતી.

પછી વાયુ માર્ગથી જ બચાવ મિશનને અંજામ આપવાની યોજના બની. પ્રધાનમંત્રી રાબિનને બંધકોને છોડાવવાના મિશનને મંજૂરી આપી દેવામાં આવી હતી. ઓપરેશનનું નામ રાખવામાં આવ્યું હતું ઓપરેશન એન્તેબે. તે વચ્ચે ઈઝરાયલને એક મહત્વપૂર્ણ સુચના મળી. યુગાંડાના રાષ્ટ્રપતિ ઈદી અમીન તે સમયે એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોરીશસ ગયા હતા.

યોજના બની કે ચાર હરક્યુલસ વિમાનને મિશન પર મોકલવામાં આવશે. એક વિમાનમાં એ ગાડીઓને લઈ જવામાં આવી જેમાં અમીન સફર કરતા હતા જેના કારણે યુગાંડાના સૌનિકોને એવું લાગે કે ઈદી અમીન વિદેશ પાછા ફર્યા છે. હરક્યુલસની સાથે જ બે બોઈન્ગ 707ને પણ મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો. એક બોઈન્ગ કમાન્ડ પોસ્ટ અને બીજી બોઈન્ગને ફિલ્ડ હોસ્પિટલની રીતે કામ કરવા માટે મોકલવાનું હતું.

ઈઝરાયલના જાસુસી એજેન્સી મોસાદે એન્તેબે એરપોર્ટ વિશે દરેક ખાનગી જાણકારી ભેગી કરી લીધી હતી. એ પણ રસપદ હતું કે એન્તેબે એરપોર્ટના જે ટર્મિનલમાં બંધકોને રાખવામાં આવ્યા હતા. તેને એક ઈઝરાયલની કંપનીએ જ બનાવ્યું હતું. તેના જેવુ ટર્મિનલ રાતમાં જ ઈઝરાયલમાં ઉભુ કરવામાં આવ્યું જ્યાં સૌનિકોએ મિશનનો અભ્યાસ કર્યો. ત્યાં ઈઝરાયલ સરકાર આતંકવાદીઓ સાથે વાત કરતી રહી જેથી તેમને ગુચવણમાં મુકી શકાય.

વિમાનને બંધક બનાવવા ગયાના એક અઠવાડિયા બાદ 4 જુલાઈએ ઈઝરાયલી સેના રાતના અંધારામાં એન્તેબે પહોંચી. ઈઝરાયલી ટીમની આગેવાની કરી રહ્યા હતા જોનાથન નેતેન્યાહુ. જોનાથન ઈઝરાયલના વર્તમાન પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુના ભાઈ હતા. એક વિમાનને એન્તેબે એરપોર્ટ પર લેન્ડ કર્યું ત્રણ ગાડીઓ ટર્મિનલ બિલ્ડિંગ તરફ રવાના થઈ. ત્રણ ગાડિયોમાં બે લેન્ડરોવર અને એક કાળા રંગની મર્સિડીઝ કાર હતી. યુગાંડાના સૌનિકોને ચકમો આપવા માટે ગાડિઓ પર યુગાંડાનો ઝંડો લગાવવામાં આવ્યો. ઈઝરાયલના દરેક કમાન્ડોએ યુગાંડાના સૌન્કોની વર્ધી પહેરી રાખી હતી. પરંતુ યુંગાડાના એક સૌનિકને આ વાત ખટકી ગઈ.

હકીકતમાં થોડા સમય પહેલા જ અમીને કાળીની જગ્યા પર સફેદ મર્સિડીઝનો ઉપયોગ ચાલુ કરી દીધો હતો. તેણે પોતાની રાઈફલ કાઠી અને કંઈ કરી શકે તે પહેલા જ ઈઝરાયલના કમાન્ડોએ સાઈલેન્સર વાળી બંદૂકોથી તેને ઢેર કરી નાખ્યો. તેના કારણે યુગાંડાના અન્ય સૌનિકો સતર્ક થઈ ગયા પરંતુ ઈઝરાયલના કમાન્ડોએ તેમનું કામ તમામ કરી દીધું. હવે વારી હતી ટર્મિનલ બિલ્ડિંગની જ્યાં બંધકોને રાખવામાં આવ્યા હતા. યાત્રીઓની વચ્ચે જઈને ઈઝરાયલના કમાન્ડો એ હિબ્રુ ભાષામાં પુછ્યું કે આતંકવાદીઓ ક્યાં છે? તેમણે જણાવ્યું કે આતંકવાદીઓ હોલમાં છે. કમાન્ડો હોલની તરફ ગયા અને આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દીધો. આ આખુ ઓપરેશન ફક્ત 20 મિનિટની અંદર પુરું થઈ ગયું.

ઓપરેશમ એન્તેબે પર ઈઝરાયલના ચાર વિમાન આવ્યા હતા. એકમાં તો ગાડિઓ હતી, બેમાં સૌનિકો અને ચોથું વિમાન બંધકોને લઈ જવા માટે હતું. ઈઝરાયલી સૌનિકોએ પાછા આવ્યા પહેલા યુગાંડાના વિમાનને ઉડાવી દીધું હતું. જેના કારણે દુશ્મન દ્વારા પિછો કરવાની સંભાવના પણ ખતમ થઈ ગઈ. જોકે આ ઓપરેશનમાં ઈઝરાયલનું વધુ નુકશાન નતુ થયું પરંતુ ઓપરેશનમાં કમાન્ડર જોનાથન નેતન્યાહૂની મોત થઈ હતી. ત્યાર બાદ જોનાથનના નામ પર ઓપરેશનનું નામ ઓપરેશન જોનાથન રાખવામાં આવ્યું હતું. આ દુનિયાના સૌન્ય ઈતિહાસનું એક એવું ઓપરેશન હતું જેને દુનિયા ભરની સેનાઓને જણાવવામાં આવે છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments