જેતપુરમાં 11 વર્ષની દીકરીનો ગળેફાંસો ખાઈ આપઘાત, પરિવારે હત્યાની શંકા વ્યક્ત કરી

0
37

જેતપુરમાં 11 વર્ષની દીકરી ઘરમાં એકલી હતી ત્યારે તેને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જો કે દિકરીની કોઈએ હત્યા કરી હોવાની આશંકા પરિવારે વ્યક્ત કરી છે. જેથી દિકરી હીના રાઠોડના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ખસેડવામાં આવ્યો છે અને સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

ઘટનાની વિગત અનુસાર 11 વર્ષની હીના રાઠોડ ગઈકાલે સાંજે ઘરમાં એકલી હતી. જ્યારે પરિવારજનો સંબંધીને ત્યાં અંતિમવિધીમાં ગયા હતાં. માતા જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો. અંદર આવતાં જ દિકરીને લટકતા જોઈ માતાએ બુમાબુમ કરી હતી. જેથી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને 108ને જાણ કરી હતી. જો કે દિકરીનું સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું હતું જેથી પોલીસે ઘટનાસ્થળે જ પંચનામુ કરી મૃતદેહને પીએમ માટે જેતપુરની હોસ્પિટલમાં ખસેડ્યો હતો.પરંતુ માસુમ હીનાની કોઈએ હત્યા કરી હોવાની શંકા સ્વજનોએ દર્શાવતા પોલીસે મૃતદેહને રાજકોટની ફોરેન્સિક લેબમાં ખસેડવામાં આવ્યો હતો.

સોનલબેનના દિલીપભાઇ સાથે બીજા લગ્ન છે. હીના તેની આંગળીયાત પુત્રી હતી. તે જેતપુરની ખાનગી શાળામાં ધોરણ-6માં ભણતી હતી. હીનાના માતાના જણાવ્યા અનુસાર હીનાને આપઘાત કરવો પડે તેવું કોઇ કારણ જ નહોતું. છ ફુટ સુધી ઉંચે તેણે ખીલામાં ચુંદડી કઇ રીતે બાંધી? જો જાતે ફાંસો ખાધો હોય તો હીનાના વજનને કારણે કદાચ ખીલો પણ ભીંતમાંથી ખેંચાઇને નીકળી જાય તેવી શકયતા છે. વળી મૃતદેહના પગ નીચે જમીનને અડકેલા હતાં. આ બધા મુદ્દાઓને જોઇ પરિવારજનોએ બનાવ શંકાસ્પદ જણાવતાં પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here