Tuesday, September 28, 2021
Homeજેતપુર : ધો.10 ની વિદ્યાર્થિ ની સાથે છેડતી નો આક્ષેપ , પરિવારે...
Array

જેતપુર : ધો.10 ની વિદ્યાર્થિ ની સાથે છેડતી નો આક્ષેપ , પરિવારે સંચાલક ની કરી ધોલાઈ

રાજકોટ: જેતપુરની સ્પેસ સ્કૂલમાં ધોરણ 10ની વિદ્યાર્થિની સાથે છેડતી થઈ હોવાની ઘટના સામે આવી છે. પરિવારનો આક્ષેપ છે કે શાળા નો સંચાલક અરવિંદ સાવલિયા વિદ્યાર્થિની ની છેડતી કરતો હતો. જેને પગલે વિદ્યાર્થિની ના પરિવારજ નો શાળાએ ધસી આવ્યા હતા અને શાળા સંચાલકની જાહેરમાં ધોલાઈ કરી હતી.

પરિવારનો આક્ષેપ છે કે અરવિંદ સાવલિયા છેલ્લા એક અઠવાડિયાથી વિદ્યાર્થિની સાથે અડપલા કરતો હતો. તે પોતાની પ્રાઈવેટ ચેમ્બરમાં બોલાવીને ચોકલેટ આપતો હતો. અરવિંદ પોતાની પાસે બેસાડી વિદ્યાર્થિની સાથે શારિરીક છેડછાડ કરતો. સાથે તે અભદ્ર હરકત કરીને કહેતો કે આપણે મિત્રો છીએ. આમ આ સમગ્ર ઘટનાને લઈને વિદ્યાર્થિનીના પરિવારે શાળામાં હંગામો કર્યો હતો અને અરવિંદ સાવલિયાની ધોલાઈ કરી હતી. સમગ્ર ઘટનાને પગલે શાળામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠાવાઈ ગયો હતો. હાલ પરિવારે સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે ગુનો નોંધી આરોપી અરવિંદ સાવલિયાની અટકાયત કરી છે અને સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments