Tuesday, December 7, 2021
Homeજેતપુર પાસે ભગીરથ સ્ટોન ક્રશરના માલિક પર 3 શખ્સોએ ફાયરિંગ કરી તલવાર...
Array

જેતપુર પાસે ભગીરથ સ્ટોન ક્રશરના માલિક પર 3 શખ્સોએ ફાયરિંગ કરી તલવાર વડે હુમલો કર્યો

જેતપુર: અમરાપર ગામે ભગીરથ સ્ટોન ક્રશરના માલિક પર જુની અદાવતમાં અમરેલીના એક કુખ્યાત શખ્સ સહિત ત્રણ શખ્સોએ ફાયરીંગ કરી તલવાર વડે હુમલો કર્યો હતો અને નાસી છૂટયા હતા. ફાયરીંગ ચુકાઈ જતાં તલવારના ઘા મારતા ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

4 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

ઘટનાની વિગત અનુસાર અમરાપર ગામે ભગીરથ સ્ટોન ક્રશરના માલિક મારખીભાઈ નાથાભાઇ ભેડા (જુનાગઢ) સાંજના સમયે પોતાના ભરડિયે હતા. આ સમયે અમરેલીનો સેલાર પોપટભાઇ આહિર અને બીજા ત્રણ અજાણ્યા શખ્સો પોતાના મોઢા પર બુકાની બાંધીને આવી અને મારખીભાઈ પર એક ફાયરીંગ કર્યું હતું. પરંતુ નિશાન ચુકાઈ જતા ગોળી જમીનમાં ઘુસી ગઈ હતી. નિશાન ચુકાઈ જતા તરત જ બીજો શખ્સ આવીને તલવાર વડે હુમલો કરી નાસી ગયો હતો. જેમાં મારખીભાઈ ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતાં. હાલ પોલીસે સેલાર પોપટ આહિર સહિત ચાર અજાણ્યા શખ્સો સામે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments