Tuesday, December 7, 2021
Homeજેનાં પ્રેમમાં કર્યું લિંગ પરીવર્તન તેણે જ કર્યુ દુષ્કર્મ, સુપ્રીમ કોર્ટે માંગ્યો...
Array

જેનાં પ્રેમમાં કર્યું લિંગ પરીવર્તન તેણે જ કર્યુ દુષ્કર્મ, સુપ્રીમ કોર્ટે માંગ્યો સરકાર પાસેથી જવાબ

મુંબઈની એક હોટલમાં કામ કરવા દરમિયાન બે યુવકોમાં એવો પ્રેમ થયો કે લગ્ન કરવા માટે તેમણે લિંગ પરીવર્તન કરાવી લીધું. પરંતુ આ પ્રેમમાં ત્યારે ખટાશ આવી કે જ્યારે યુવકે લિંગ પરીવર્તનથી બનેલ યુવતી સાથે બળાત્કાર કર્યો. આ મામલે કોર્ટ પણ હચમચી ગઈ છે.

પોલીસે યુવતી માનવા પર કરી મનાઈ

યુવતીએ પોલીસની મદદ માંગી હતી, પરંતુ પોલીસે તેને યુવક માનીને કુકર્મના આરોપમાં કેસ દાખલ કરી નાખ્યો. યુવતીએ આ મામલે હાઈકોર્ટનું બારણું ખખડાવ્યું હતું. હાઈકોર્ટના ન્યાયમૂર્તિ લોકપાલ સિંહે સરકારને પુછ્યું કે યુવક જ્યારે મહિલા બની ચુક્યો જ છે તો તેને મહિલા કેમ નથી માનવામાં આવી રહી? પૌડી ગઢવાલના એક યુવકને મુંબઈની ફાઈવ સ્ટાર હોટેલમાં કામ કરવા દરમિયાન કોટદ્રારના રહેવાસી બીજા યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો.

લગ્નના બહાને કર્યો બળાત્કાર

યુવકે તેની સાથે લગ્ન કરવા માટે લિંગ પરીવર્તન કરાવ્યું અને યુવતી બની ગયો. તેનો આરોપ છે કે યુવકે તેને લગ્નના બહાને કોર્ટ દ્વારા બોલાવી અને તેની સાથે રેપ કર્યો. આ ઘટનાને પગલે યુવતીએ કોટદ્વાર પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ આઈપીસીની કલમ 376 હેઠળ કેસ દાખલ કરવાની અપીલ કરી હતી પરંતુ કોર્ટ દ્વાર પોલીસે 376 હેઠળ કેસ દાખલ કરવાની જગ્યાએ કલમ 377(અપ્રાકૃતિક યૌન શોષણ) હેઠળ કેસ દાખલ કર્યો.

સુપ્રીમ કોર્ટે ટ્રાન્સજેન્ડરને માન્યતા આપી

અરજદારની દલીલ હતી કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કેન્દ્ર સરકારમાં ટ્રાન્સજેન્ડરને માન્યતા આપવામાં આવી છે. તેમાં તેને પણ મહિલાનો સમાન અધિકાર છે. તેની પણ FIR 376 કલમ હેઠળ કરવામાં આવે. પક્ષોની દલીલ પછી હાઈકોર્ટે સરકારને ચાર દિવસની અંદર જવાબ આપવા કહ્યું હતુ. આ બાબત સામે આવતા વાતાવરણ ગરમાયુ હતું. હવે સરકારે તેનો જવાબ આપવો પડશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments