Thursday, May 19, 2022
Homeજેની દુનિયાભરના દર્શકો રાહ જોઈ રહ્યા હતા તેનું ટીઝર આવી ગયું છે...
Array

જેની દુનિયાભરના દર્શકો રાહ જોઈ રહ્યા હતા તેનું ટીઝર આવી ગયું છે સામે, ક્લિક કરી જોઈ લો

- Advertisement -

એચબીઓએ ગેમ ઓફ થ્રોનની સિઝન-8નું પહેલું ટ્રેલર રિલીઝ કરી દીધું છે. ગેમ ઓફ થ્રોનની આઠમી સિઝનના ટ્રેલરનો ફેન્સને ઘણા લાંબા સમયથી ઈન્તેઝાર હતો. દુનિયાભરની ખ્યાતનામ સિરીઝ તરીકે મશહૂર ગેમ ઓફ થ્રોનની આ ફાઈનલ સિઝનનો ફેન્સ રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે મેકર્સે લાંબા સમય બાદ તેમની ખ્વાહિશ પૂર્ણ કરી દીધી છે.

જણાવી દઈએ કે સિરીઝની સિઝન 8માં 6 એપિસોડ હશે. બાકીની સિઝનમાં 10 એપિસોડ હતા. જોકે ફેન્સે નિરાશ થવાની બિલ્કુલ જરૂર નથી કારણ કે આ તમામ એપિસોડ લાંબા હશે. સિઝન-8ને મિગૂલેલ સાપોચિનિક, ડેવિડ નટર અને ડીબી વૈસિસ જેવા શાનદાર ડિરેક્ટર્સે ડિરેક્ટ કરી છે. મિગૂએલ સાપાચોનિક અત્યાર સુધીમાં હાર્ડહોમ, બેટલ ઓફ ધ બાસ્ટર્ડસ અને ધ વિંડ્સ ઓફ વિન્ટર જેવા એપિસોડ ડાયરેક્ટ કરી ચૂક્યા છે. જ્યાં ડેવિડ નટરે ધ રેન્સ ઓફ સાસ્ટમેયર અને સિઝન 5ના ધ ડાંસ ઓફ ડ્રેગન્સ અને મધર્સ મર્સી જેવા એપિસોડને ડાયરેક્ટ કર્યા છે.

ડી.બી વૈસિસની જ વાત કરવામાં આવે તો સિઝન 4ના પ્રિમિયર એપિસોડ ટૂ સ્વોર્ડસને ડાયરેક્ટ કરી હતી. દુનિયામાં સૌથી વધારે જોવામાં આવતો કાર્યક્રમ ગેમ ઓફ થ્રોન્સ હવે તેના અંતિમ મુકામ પર છે. GOTની આઠમી સિઝન અને છેલ્લી સિઝન 14 એપ્રિલે દુનિયા સામે આવશે. 90 સેકન્ડના આ ટીઝરમાં સિરીઝના ત્રણ મહત્વના કેરેક્ટર દર્શાવવામાં આવ્યા છે. જે પોતાના ખાનદાની ઘરમાં તલવાર લઈ ઘુમી રહ્યા છે. ટીઝરમાં એક નાની એવી ઝલક સફેદ ચાદરની પણ દેખાઈ રહી છે. એટલે કે બરફ જેની ફેન્સ છેલ્લી સાત સિઝનથી રાહ જોઈ રહ્યા છે.

ટીઝરની સાથે જ દર્શાવી દેવામાં આવ્યું છે કે આ ફેન્ટસી ડ્રામા 14 એપ્રિલ 2019ના રોજ ઓનએર કરવામાં આવશે. ટીઝરમાં સાફ દેખાડવામાં આવ્યું છે કે આ સિઝનનો અંત કેવી રીતે થશે. પણ ટીઝર જોયા બાદ પણ એટલો મોટો ક્લૂ હાથમાં નથી લાગ્યો. ટીઝર બાદ હવે દર્શકોમાં હવે ટ્રેલર ક્યારે આવે છે તે વાતનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે.

 

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular