Thursday, May 19, 2022
Homeજેલમાં નિસાનન પૂર્વ ચેરમેનને સપ્તાહમાં 2 વખત ન્હાવાની પરવાનગી, વજન 3 કિલો...
Array

જેલમાં નિસાનન પૂર્વ ચેરમેનને સપ્તાહમાં 2 વખત ન્હાવાની પરવાનગી, વજન 3 કિલો ઘટ્યું

- Advertisement -

ટોક્યોઃ કાર કંપની નિસાનના પૂર્વ ચેરમેન કાર્લોસ ઘોસેને જેલમાં માનસિક અને શારિરીક રૂપથી હેરાન કરવામાં આવી રહ્યાં છે. કાર્લોસની પત્ની કૈરોલ ઘોસે દાવો કરતા કહ્યું કે તેણે આ અંગે માનવાધિકાર સંસ્થાને એક પત્ર લખ્યો છે. કૈરોલનું કહેવું છે કે તેમના પતિને સપ્તાહમાં બેથી ત્રણ વાર જ ન્હાવાની પરવાનગી છે. જેલ તેમને દવા પણ ઉપલબ્ધ કરાવતી નથી.કાર્લોસ ઘોસ 19 નવેમ્બર 2018થી જેલમાં છે. તેમની પર આવક છુપાવવાનો અને નિસાન કંપનીના પૈસાનો પ્રાઈવેટ ઉપયોગ કરવાનો આરોપ છે.

1 સપ્તાહમાં કાર્લોસનું વજન 3 કિલો ઘટ્યું

જાપાનની ન્યાય વ્યવસ્થાની ટીકા કરતા ઘોસની પત્ની કૈરોલે માનવઅધિકાર સંસ્થાને પત્ર લખ્યો હતો. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે તેમના પતિ સાથે અયોગ્ય વ્યવહાર થઈ રહ્યો છે. તેમનું એક સપ્તાહમાં જ લગભગ ત્રણ કિલો વજન ઓછું થઈ ગયું છે.

કૈરોલે પત્રમાં લખ્યું છે કે માત્ર કબૂલનામા માટે કોઈ પણ વ્યક્તિને આવી પરિસ્થિતિમાં રાખવો ન જોઈએ. કૈરોલે જાપાનની માનવધિકાર સંસ્થાના નિર્દેશક કૈનેઈ ડોઈના નામે પત્ર લખ્યો છે. જોકે કૈનેઈ  અંગે કઈ પણ કહેવાથી ઈન્કાર કરી દીધો છે.

કંપનીને નુકસાન પહોંચાડવાનો આરોપ

કાર્લોસની પોલિસે 19 નવેમ્બર 2018એ ધરપકડ કરી હતી. તેની પર લાખો રૂપિયાની સેલેરીને ઓછી કરીને કહેવાનો, નિસાન કંપનીને પ્રાઈવેટ રોકાણ દ્વારા નુકસાન પહોંચાડવાનો અને કંપનીના ફન્ડથી એક સાઉદી બિઝનેસમેનને ચૂકવણી કરવાનો આરોપ છે.

કાર્લોસે બે દાયકા સુધી જાપાનની ઓટો કંપની નિસાનન ચેરમેન રહ્યાં. તેમણે કંપનીને દેવાળું કાઢતા પણ બચાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular