Monday, October 25, 2021
Homeજેલોમાં બંધ 250 જેટલા કેદીઓ ધો. 10 અને 12ની પરીક્ષા આપશે
Array

જેલોમાં બંધ 250 જેટલા કેદીઓ ધો. 10 અને 12ની પરીક્ષા આપશે

અમદાવાદ: આગામી માર્ચ મહિનામાં ધોરણ દસ અને બારની પરીક્ષા યોજાવાની છે. જેમાં રાજ્યની જેલોમાં બંધ 250થી વધુ કેદીઓનો પણ બોર્ડની પરીક્ષા આપશે. અમદાવાદની સાબરમતી જેલના 20 કેદીઓ ધોરણ દસની અને 4 કેદી ધો.12ની પરીક્ષા આપશે.

24માંથી એક મહિલા કેદી પરીક્ષા આપશે
પરીક્ષાર્થી કેદીમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતની જેલના કેદીનો સમાવેશ થાય છે. કુલ 24 કેદીમાં 50 ટકાથી વધુ કેદીઓ 40 વર્ષ આસપાસના છે. બોર્ડની પરીક્ષા આપવામાં એક મહિલા કેદીનો પણ સમાવેશ થાય છે. શિક્ષણ બોર્ડ દ્વારા કેદી પરીક્ષાર્થીઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
પાંચ કલાક તૈયારીઓ
કેદીઓ જેલમાં રહીને પરીક્ષાની તૈયારી કરે છે. તૈયારી માટે તેઓ પાંચ કલાક જેટલો સમય ફાળવી વાંચન કરે છે. કેદીઓને બેરેકમાં વાંચવા માટે લાઇબ્રેરીમાંથી સાહિત્ય આપવામાં આવે છે. ધો. 10 અને 12ની પરીક્ષા આપવા માટે 250 જેટલા કેદીઓ ફોર્મ ભરવામાં આવ્યા છે.
કેદીઓને પરીક્ષા કેન્દ્રોમાં ક્યાં પરીક્ષા આપવી કે જેલમાં જ વ્યવસ્થા ગોઠવવી તે માટે આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ ગૃહ વિભાગ સાથે ચર્ચા કરી નક્કી કરશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments