જે ગુફામાં રોકાયા હતા PM મોદી, તેનું ભાડું છે 990 રૂપિયા, મળશે આ તમામ સુવિધાઓ

0
60

ચૂંટણી પ્રચાર પૂરો થયા પછી શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેદારનાથના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. PM મોદીએ વરસાદ વચ્ચે ચાલીને અહીંની ગુફામાં ધ્યાન કરવા પહોંચ્યા.

આ ગુફા કેદારનાથ મંદિરની ડાબી તરફ આવેલા પહાડમાં બનાવાઇ છે. ગુફા 5 મીટર લાંબી અને 3 મીટર પહોળી છે. આ ગુફાનું નિર્માણ એપ્રિલમાં શરૂ થયુ હતુ, જેના પર સાડા આઠ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ રૂદ્ર ગુફા નામ અપાયુ છે.

મોદીએ જ બનાવડાવી છે ગુફા:

આ ગુફાનો ઈતિહાસ બહુ જૂનો નથી. કેદારનાથ વિકાસ ધામની જવાબદારી સંભાળ્યા પછી પીએમ મોદીએ જ આ ગુફા બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. આ ગુફાનું નામ રુદ્ર ગુફા છે. ગુફાનું નિર્માણ ગયા વર્ષે જ કરવામાં આવ્યું છે. આ ગુફા 12,250 ફૂટ ઉંચી છે. જેનો ઉપયોગ શ્રદ્ધાળુઓ વિવિધ રીતે કરતા હોય છે.

આટલા રૂપિયા છે ભાડું:

પીએમ મોદીએ જે ગુફામાં સાધના કરી છે તે કોઈ પ્રાકૃતિક ગુફા નથી પરંતુ ભૂમિગત છે. આ ગુફા ગઢવાલ મંડળ વિકાસ નિગમની ટૂરિઝમ પ્રોપર્ટી છે. કોઈ પણ વ્યક્તિ આ ગુફામાં રૂ. 3,000 આપીને એન્ટ્રી લઈ શકે છે. આ ભાડું ગુફામાં 3 દિવસ રહેવા માટેનું છે. એટલે કે ગુફામાં રહેવાનો એક દિવસનો ખર્ચ રૂ. 990 છે.

ગુફામાં છે પ્રાથમિક સગવડ:

ધ્યાન, મેડિટેશન અને આધ્યાત્મિક શાંતિ માટે બનાવવામાં આવેલી આ ગુફામાં દરેક પ્રાથમિક સગવડ છે. આ ગુફામાં ટોયલેટ, વીજળી અને ટેલિફોન જેવી દરેક પાયાની સુવિધાઓ આવેલી છે. અહીં ફોન દ્વારા કોઈ પણ સહાયતા મેળવી શકાય છે. ગઢવાલ મંડલ વિકાસ નિગમ દ્વારા દરેક પ્રકારની સુવિધા આપવામાં આવે છે.

ગુફામાં મળશે ખાણી-પીણી:

આ ગુફામાં બેસીને જમવાનું, નાસ્તો, ચા, ડિનર બધુ સરળતાથી ઓર્ડર કરી શકાય છે. કેદારનાથમાં આવનાર શ્રદ્ધાળુઓ માટે ખાસ આ ગુફા બનાવવામાં આવી છે. ગઢવાલ મંડળ વિકાસ નિગમની સાઈટ પર જઈને આ ગુફાનું બુકિંગ કરાવી શકાય છે.

ગુફાનું આ રીતે કરાવો રજિસ્ટ્રેશન:

નિગમની વેબસાઈટઃ gmvnl.in
ફોનઃ 0135-2747898, 2746817
ઇમેલ: [email protected]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here