જે ઘર સાચવી શકતા નથી, તે દેશ કેવી રીતે સાચવશેઃ ગડકરી; રાહુલે કહ્યું- ભાજપમાં ફક્ત એક જ દમદાર નેતા

0
56

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની પ્રશંસા કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, ભાજપમાં ફક્ત એક જ નેતામાં દમ છે. મહેરબાની કરીને રાફેલ ડીલ, ખેડૂતોને બરબાદ કરવા પર પણ ટીકા કરો. ગડકરીએ કહ્યું હતું કે, ભાજપ કાર્યકર્તાઓએ પહેલા પોતાની ઘરની જવાબદારી નિભાવવી જોઈએ, કારણ કે જે આ નથી કરી શકતા, તેઓ દેશનું ધ્યાન કેવી રીતે રાખી શકશે.

જે પોતાનું ઘર ન સાચવી શકે તે દેશને કેમ સાચવશેઃ નીતિન ગડકરી

શનિવારે નાગપુરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું હતુ કે, “હું ઘણા લોકોને મળ્યો, જેઓ હંમેશા કહેતા રહે છે કે અમે અમારું જીવન ભાજપ અને દેશ માટે સમર્પિત કરી દીધુ છે. ત્યારે મેં પુછ્યુ કે તમે શું કરો છો? ઘરમાં બધા કેમ છે? તેમાંથી એકે કહ્યું કે દુકાન સારી નહોતી ચાલતી તો મેં ધંધો બંધ કરી દીધો. ઘરમાં પત્ની અને બાળકો છે. ત્યારબાદ મેં તેને કહ્યું કે પહેલા પત્ની અને બાળકોની સંભાળ. ત્યારબાદ પાર્ટી અને દેશ માટે કામ કરજો.” આ ઉપરાંત ગડકરી કહ્યું હતું કે, “ભાજપનાં કાર્યકર્તાઓએ પહેલા તેમની ઘરની જવાબદારીઓને નિભાવવી જોઈએ, કારણ કે જે પોતાનું ઘર ન સાચવી શકે તે દેશને કેવી રીતે સાચવી શકશે.”

વાયદા પુરા નહિ કરી શકવાને કારણે જનતા ભાજપનાં નેતાઓ સાથે મારપીટ કરે છેઃ મનીષ તિવારી

રાહુલ સિવાય કોંગ્રેસનાં ઘણા નેતાઓ ગડકરીનાં નિવેદનોથી ભાજપ પર નિશાન સાધી ચુક્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ થોડા દિવસો પહેલા જ કહ્યું હતુ કે, ગડકરીના પ્રમાણે, વાયદા પુરા નહિ કરી શકવાને કારણે જનતા નેતાઓ સાથે મારપીટ કરે છે, તે સમયે તેમના નિશાના પર નરેન્દ્ર મોદી અને નજરમાં વડાપ્રધાનની ખુરશી હતી. અગાઉ ડિસેમ્બરમાં ગડકરીએ પુણેનાં કાર્યક્રમમાં કહ્યું હતુ કે,નેતૃત્વને હારની જવાબદારી લેવી જોઈએ. તેમનું આ નિવેદન ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર પછી આવ્યુ હતુ.

26 જાન્યુઆરીએ રાહુલ અને ગડકરી ચર્ચા કરતા જોવા મળ્યા

આ વખતે ગણતંત્ર દિવસનાં સમારોહ દરમિયાન નીતિન ગડકરી અને રાહુલ ગાંધી એકબીજા સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here