Wednesday, September 29, 2021
Homeજે દેશમાં ક્રિકેટનું ચલણ જ નથી ત્યાંના ખેલાડીએ સચિનનો રેકોર્ડ તોડી નાખ્યો
Array

જે દેશમાં ક્રિકેટનું ચલણ જ નથી ત્યાંના ખેલાડીએ સચિનનો રેકોર્ડ તોડી નાખ્યો

નેપાળના ક્રિકેટર રોહિત પાઉડેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (પુરુષો)માં સૌથી નાની ઉંમરમાં અડધી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. રોહિતે સંયુક્ત અરબ અમીરાત સામે 55 રનની ઇનિંગ્સ રમી આ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે 16 વર્ષ 146 દિવસની ઉંમરમાં આ સિદ્ધિ મેળવી છે. તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો.

નેપાળના રોહિતે સાતમાં નંબરે બેટિંગ કરતા 58 બોલમાં 55 રન બનાવ્યા હતા. તેણે ઇનિંગ્સમાં 7 ફોર ફટકારી હતી. તેની આ ઇનિંગ્સની મદદથી નેપાળે 50 ઓવરમાં 9 વિકેટે 242 રન બનાવ્યા હતા. જવાબમાં યુએઈની ટીમ 97 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને નેપાળે 145 રને વિજય મેળવ્યો હતો.

પુરુષ ક્રિકેટમાં સૌથી નાની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અડધી સદી ફટકારવાની વાત કરવામાં આવે તો આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો. સચિને 16 વર્ષ 213 દિવસની ઉંમરમાં પાકિસ્તાન સામે 59 રનની ઇનિંગ્સ રમી હતી. આ મેચ 23 નવેમ્બર 1989માં પાકિસ્તાનના ફૈસલાબાદમાં રમાઈ હતી.

રોહિતે પાકિસ્તાનના શાહિદ આફ્રિદીનો રેકોર્ડ પણ તોડ્યો છે. આફ્રિદીએ 23 વર્ષ પહેલા 16 વર્ષ 217ની ઉંમરમાં વન-ડેમાં અડધી સદી ફટકારી હતી. તેણે તે મેચમાં 102 રનની ઇનિંગ્સ રમી હતી. 1996માં રમાયેલ તે મેચમાં આફ્રિદીએ 36 બોલમાં સદી ફટકારી રેકોર્ડ બનાવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી નાની ઉંમરમાં અડધી સદી ફટકારવાનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટર જોહમરી લોગટેનબર્ગના નામે છે. તેણે 14 વર્ષની ઉંમરમાં અડધી સદી ફટકારી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments