Thursday, October 21, 2021
Homeજૈશનાં 23 જેટલા સગા-વહાલાને સૈનિકોએ ભીંસમાં લીધા છે, જો હુમલામાં હાથ હશે...
Array

જૈશનાં 23 જેટલા સગા-વહાલાને સૈનિકોએ ભીંસમાં લીધા છે, જો હુમલામાં હાથ હશે તો ત્યાં ને ત્યાં જ…

જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળોએ પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સંબંધમાં પૂછપરછ માટે 23 કશ્મીરીઓને ભરડામાં લીધા છે. ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામાના અવંતીપુરાના ગૌરીપોરા વિસ્તારમાં હુમલામાં સીઆરપીએફના 40 સૈનિકો શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા લેવામાં આવી હતી.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સમાચાર એજન્સીનાં રાઇટર્સે કહ્યું હતું કે અટકાયતમાં લેવાયેલા 23 લોકો સીધા જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા છે અથવા તેમને ટેકો આપે છે. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે એનઆઈએએ શંકાસ્પદોને વિસ્ફોટો અંગે પૂછપરછ કરી હતી. એક સૂત્રે જણાવ્યું હતું કે, તેઓ જૈશ-એ-મોહમ્મદ અને તેના કાશ્મીર ચીફના ટોચના કમાન્ડરો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

એવું માનવામાં આવે છે કે કાશ્મીરમાં સક્રિય રહેલા જૈશનાં કાર્યકર મોહમ્મદ ઓમરે સીઆરપીએફના કાફલા પર હુમલો કરવાની યોજના બનાવી હતી તેણે જ હુમલાખોર આદિલનાં મગજને આ હુમલા માટે તૈયાર કર્યો હતો. સુરક્ષા દળોને શંકા છે કે તે દક્ષિણ કાશ્મીરમાં ક્યાંક છુપાયેલ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ઓમર પાકિસ્તાનથી કાશ્મીર આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments