Tuesday, September 28, 2021
Homeજૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરની સંપત્તિ જપ્ત કરશે ફ્રાન્સ સરકાર
Array

જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરની સંપત્તિ જપ્ત કરશે ફ્રાન્સ સરકાર

નવી દિલ્હીઃ ફ્રાન્સ સરકારે જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરની સંપત્તિ જપ્ત કરવાનો નિર્ણય લીધો છે. આ અગાઉ ફ્રાન્સ, અમેરિકા અને બ્રિટને UNSC (યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ)માં મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પરંતુ ચીને ચોથીવાર પણ તેમાં અવરોધ ઉભો કર્યો છે. મસૂદ અઝહર પાકિસ્તાનમાં છે અને 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલાનો દોષી છે.

ચીને બુધવારે રાત્રે પ્રસ્તાવમાં ટેક્નિકન ખામી ગણાવીને અટકાવ્યો. ચીને કહ્યું કે, તે સાબિતી વગરની કાર્યવાહીની વિરૂદ્ધ છે. જ્યારે 10થી વધુ દેશોએ આ પ્રસ્તાવનું સમર્થન કર્યુ હતું. મસૂદના મામલે ચીનના વિરોધ પર ભારત બાદ અમેરિકાએ પણ નિરાશા વ્યક્ત કરી હતી. અમેરિકાના સાંસદ ઇલિયટ એન્જલે કહ્યું કે, ચીન અને પાકિસ્તાનને પોતાના આંતરરાષ્ટ્રીય જવાબદારી પૂરાં કરવાનો પર્યાપ્ત અવસર મળ્યો છે.

આ પહેલાં અમેરિકાના વિદેશ વિભાગના ઉપપ્રવક્તા રોબર્ટ પલાડિનોએ કહ્યું કે, મસૂદ અઝહર વૈશ્વિક આતંકી જાહેર કરવાના સંયુક્ત રાષ્ટ્રના દાયરામાં આવે છે. અમેરિકા અને ચીન ક્ષેત્રીય સ્થાયિત્વ અને શાંતિ લાવવા ઇચ્છે છે. પરંતુ મસૂદને આતંકી જાહેર કરવાના પ્રયાસોને નિષ્ફળ કરવાથી આ લક્ષ્ય નથી મળી રહ્યું.
મસૂદ અઝહર ભારતમાં ઘણીવાર આતંકી હુમલાનું કાવતરું ઘડવાની સાથે તેને અંજામ પણ આપી ચૂક્યો છે. તે 2001માં સંસદ પર થયેલા હુમલાનો પણ દોષી છે. આ દરમિયાન 9 સુરક્ષાકર્મીઓના મોત થયા હતા. આ સિવાય જાન્યુઆરી 2016માં જૈશના આતંકીઓએ પંજાબના પઠાણકોટ એરબેઝ અને આ વર્ષે સપ્ટેમ્બરમાં ઉરીમાં સેના હેડક્વાર્ટર પર હુમલો કર્યો હતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments