Monday, October 18, 2021
Homeજૈશ પર ભારતના ડોઝીયરનો જવાબ બહુ ઝડપથી આપીશું: પાકિસ્તાન વિદેશ મંત્રાલય
Array

જૈશ પર ભારતના ડોઝીયરનો જવાબ બહુ ઝડપથી આપીશું: પાકિસ્તાન વિદેશ મંત્રાલય

ઇસ્લામાબાદઃ પાકિસ્તાને ગુરૂવારે કહ્યું કે, પુલવામા આતંકી હુમલામાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સામેલ હોવા અને તેના દેશમાં આ આતંકી સંગઠનની શિબિરોની હાજરીની જાણકારીઓ પર ભારત તરફથી સોંપવામાં આવેલા ડોઝીયરનો જવાબ ટૂંક સમયમાં જ આપશે. ભારત તરફથી પાકિસ્તાનને જૈશના આતંકીઓ વિરૂદ્ધ પુરાવાનું ડોઝીયર આપવામાં આવ્યું છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે ભારતના ડોઝીયર સાથે જોડાયેલા સવાલ પર કહ્યું કે, અમે આગામી દિવસોમાં જ આ ડોઝીયર અંગે જવાબ આપીશું. પાકિસ્તાને બોર્ડર વિવાદમાં સૈન્ય, કૂટનીતિ અને રાજકીય રીતે ભારતને હરાવ્યું છે જે વિવાદ છેલ્લાં કેટલાંક દિવસોથી હળવો થયો છે. અમારી ઇચ્છા શાંતિની છે પરંતુ જ્યારે પણ અમે વાત કરીએ છીએ તો તેને કમજોરી ગણવામાં આવે છે.

જૈશ-એ-મોહમ્મદે જમ્મુ કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ થયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી લીધી હતી. આ હુમલામાં CRPFના 44 જવાન શહીદ થયા હતા. આ હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ વધી ગયો છે. ભારતે 26 ફેબ્રુઆરીના રોજ બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરીને આતંકી ઠેકાણાંઓને નષ્ટ કર્યા હતા.
કરતારપુર સાહેબ કોરિડોર સાથે જોડાયેલા સવાલો પર ફૈઝલે કહ્યું કે, આ વડાપ્રધાન ઇમરાન ખાન અને સૈન્ય પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા તરફથી શરૂ કરવામાં આવેલી યોજના છે, જે માટે પાકિસ્તાની પ્રતિનિધિમંડળ 14 માર્ચના રોજ ભારતની મુલાકાતે જશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments