Tuesday, January 18, 2022
Homeજોકોવિચે ત્રીજી વખત ઓસ્ટ્રેલિયન ઓપન જીતી, નડાલને બીજી વખત ફાઈનલમાં હરાવ્યો
Array

જોકોવિચે ત્રીજી વખત ઓસ્ટ્રેલિયન ઓપન જીતી, નડાલને બીજી વખત ફાઈનલમાં હરાવ્યો

સ્પોર્ટ્સ ડેસ્કઃ સર્બિયાના નોવાક જોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપનના મેન્સ સિંગલ્સનો ખિતાબ જીતી લીધો છે. જોકોવિચે ફાઈનલમાં સ્પેનના રાફેલ નડાલને 6-3, 6-2, 6-3થી હરાવ્યો છે. આ જીતની સાથે જ તે સાત વખત આ ટૂર્નામેન્ટ જીતનાર પહેલો ખેલાડી બની ગયો છે. તેને સ્વિટ્ઝરલેન્ડના રોજર ફેડરર અને ઓસ્ટ્રેલિયાના રોય ઈમર્સનના છ-છ વખતના રેકોર્ડને તોડ્યાં છે.

જોકોવિચે 2012માં પણ નડાલને હરાવ્યો હતો

જોકોવિચે નડાલને બીજી વખત ફાઈનલમાં હરાવ્યો છે. આ પહેલાં 2012માં પણ તેને સ્પેનિશ ખેલાડી વિરૂદ્ધ જીત મેળવી હતી. જોકોવીચે 15મું ગ્રાન્ડ સ્લેમ પોતાના નામે કર્યું. તેનો ગ્રાન્ડ સ્લેમમાં આ 224મો મુકાબલો હતો. જેમાં તેને માત્ર પાંચ જ મેચ ગુમાવ્યાં છે.

જોકોવિચે સામ્પ્રાસનો રેકોર્ડ તોડ્યો

જોકોવિચે 15મું ગ્રાન્ડ સ્લેમ જીતીને અમેરિકાનાં પીટ સામ્પ્રાસનાં 14માં ગ્રાન્ડનાં ખિતાબનો રેકોર્ડ તોડ્યો છે. ગ્રાન્ડ સ્લેમ જીતવાનાં મામલામાં જોકોવિચથી આગળ હવે ફક્ત સ્વિઝરલેન્ડનાં  રોજર ફેડરર (20) અને સ્પેનનાં (16) રાફેલ નડાલ છે.

જોકોવિચે નડાલની પ્રસંશા કરી

મેચ જીત્યા બાદ જોકોવિચે નડાલની પ્રશંસા કરતા કહ્યું કે, ઈજા થયા પછી પરત આવીને રમવુ ઘણુ કઠિન છે. તમે તમામને ફાઈટિંગ સ્પીરીટ વિશે શીખવ્યુ છે. જેના માટે  આપનો આભાર. છેલ્લા 4માંથી 3 ટાઈટલ જીતવા સારો અનુભવ છે. જોકોવિચે પોતાની ટીમ અને પરિવારનો પણ આભાર માન્યો હતો

આ ટૂર્નામેન્ટની 4 ફાઈનલ નડાલ હાર્યા
વર્ષ ખેલાડી  પરિણામ
2019 નોવાક જોકોવિચ હાર
2017 રોજર ફેડરર હાર
2014 સ્ટેન વાવરિંકા હાર
2012 નોવાક જોકોવિચ હાર
2009 રોજર ફેડરર હાર
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular