જોધપુર નજીક કાર-ટ્રક વચ્ચે અકસ્માત, ડાન્સર ક્વીન તરીકે જાણીતા હરીશ સહિત 4નાં મોત

0
57

જોધપુરઃ જિલ્લાના કાપરડા ગામ નજીક રવિવારે સવારે એક રોડ અકસ્માતમાં જેસલમેરના જાણીત ડાન્સર હરીશ સહિત ચાર લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય 5 લોકો ઘાયલ થયા છે. હરીશ ડાન્સર ક્વીનથી ફેમસ હતા, તેઓ પોતાની ટીમની સાથે જેસલમેરથી જયપુર જઈ રહ્યાં હતા ત્યારે કાપરડા નજીક તેમની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી.
ફુલ સ્પીડથી ચાલી રહેલાં બંને વાહનો સામસામે જોરદાર ટકરાતા, કારનું પડીકું વળી ગયું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે કારમાં સવાલ લોકો તેની અંદર જ ફસાય ગયા હતા. જે બાદ આજુબાજુના લોકોએ તેમને બહાર કાઢ્યા હતા ત્યાં સુધીમાં ચાર લોકોના મોત થયા હતા. મૃતકમાં હરીશ ઉપરાંત જેસલમેર નિવાસી લતીફ ખાન, રવીન્દ્ર અને ભીખે ખાન સામેલ છે. આ ઉપરાંત પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલોને સારવાર માટે જોધપુર લાવવામાં આવ્યા છે.

વિશ્વમાં પ્રસિદ્ધ ડાન્સર છે હરીશઃ હરીશ વિશ્વના પ્રસિદ્ધ ડાન્સર છે. હરીશ દુનિયાભરના પર્યટકોમાં પણ ઘણો જ લોકપ્રિય હતો. દેશ-વિદેશથી આવતા પર્યટકોમાંથી મોટા ભાગના લોકો રાજસ્થાનની લોક કળા સંસ્કૃતિને સમર્પિત હરીશ પાસે ડાન્સ શીખવા જેસલમેર આવતા હતા. ડાન્સર ક્વીન હરીશ બે-ત્રણ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ ઉપરાંત હાલમાં જ મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશના લગ્નમાં પણ પોતાનો ડાન્સ રજૂ કર્યો હતો. હરીશે એશ્વર્યાની પુત્રી આરાધ્યાને પણ ડાન્સ શીખવ્યો હતો. ત્યારે હરીશના આકસ્મિક મોતથી જેસલમેરમાં શોક છવાઈ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here