જોધપુર હાઈકોર્ટે કાળિયાર હરણ કેસ મામલે સૈફ અલી ખાન, તબુ, નીલમ તથા સોનાલી બેન્દ્રેને નોટિસ મોકલી

0
38

મુંબઈઃ 21 વર્ષ જૂના બહુચર્ચિત કાળિયાર હરણ શિકાર કેસમાં ફરી એકવાર સલમાન ખાન, સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, નીલમ, તબ્બુ તથા દુષ્યંત સિંહની મુશ્કેલીઓ વધી શકે છે. રાજસ્થાન સરકારની અપીલ પર જોધપુર હાઈકોર્ટે આ તમામને નોટિસ મોકલી છે.

બે મહિના બાદ સુનાવણી
આ કેસમાં સપ્ટેમ્બર, 2018માં જોધપુરની સીજીએમ (ચીફ જ્યૂડિશિયઅલ મેજિસ્ટ્રેટ) કોર્ટે સલમાન ખાન સિવાય બાકીના તમામને નિર્દોષ છોડી મૂક્યા હતાં. આ ચુકાદાની વિરૂદ્ધમાં રાજ્ય સરકારે અપીલ કરી હતી. જેને કારણે આ તમામને ફરી એકવાર નોટિસ આપવામાં આવી છે. આ કેસમાં બે મહિના બાદ સુનાવણી કરવામાં આવશે. સલમાન ખાનને સપ્ટેમ્બર, 2018માં પાંચ વર્ષની સજા આપવામાં આવી હતી. જોકે, બે દિવસ બાદ જ સલમાનને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. ત્યારબાદથી જ સલમાન ખાનને વિદેશ જતા પહેલાં કોર્ટની મંજૂરી લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

કેસ શું છે?
સલમાન ખાને 1998માં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈં’નું શૂટિંગ રાજસ્થાનમાં કર્યું હતું. આ સમય દરમિયાન સલમાન ખાન તથા તેના સાથીઓએ કાળિયાર હરણનો શિકાર કર્યો હતો. સલમાન ખાન પર આર્મ્સ એક્ટ હેઠળ પણ કેસ થયો હતો. સલમાનના રૂમમાંથી ગન તથા રાઈફલ મળી હતી. જોકે, આ હથિયારના લાઈસન્સની સમય મર્યાદા પૂરી થઈ ગઈ હતી. સલમાન તથા તેના સાથીઓએ જોધપુરના ઘોડા ફાર્મ હાઉસ તથા ભવાદ ગામમાં 27-28 સપ્ટેમ્બર, 1998ની રાત્રે હરણનો શિકાર કર્યો હતો. ત્યારબાદ કાંકાણી ગામમાં પહેલી ઓક્ટોબરની રાત્રે બે કાળિયારનો શિકાર કરવાનો પણ આરોપ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here