Wednesday, December 8, 2021
Homeજો આધાર કાર્ડમાં ભૂલ થઇ હોય તો મર્યા સમજો, જાણી લો નવા...
Array

જો આધાર કાર્ડમાં ભૂલ થઇ હોય તો મર્યા સમજો, જાણી લો નવા નિયમ નહી તો ભરાશો

જો તમારા આધાર કાર્ડમાં આ ભૂલ થઇ હોય તો તમારી પાસે તેમાં સુધારો કરાવવાની એક જ તક છે. અમે વાત કરી રહ્યાં છે ડેટ ઑફ બર્થની. જો તમારું આધાર કાર્ડ બની ગયું છે પરંતુ તેમાં તોમારી ડેટ ઑફ બર્થ એટલે કે જન્મ તારીખ ખોટી હોય તો તેમાં હવે ફક્ત એક જ વાર સુધારો કરી શરાશે.

આ વાતની જાણકારી આધાર જારી કરતી ઓથોરિટી UIDAIએ આપી છે. UIDAIએ પોતાના ટ્વીટમાં જણાવ્યું છે કે આધાર કાર્ડની ડિટેલ્સમાં ડેટ ઑફ બર્થ ફક્ત એક જ વાર અપડેટ કરાવી શકાશે.

આધારમાં એડ્રેસ સિવાય કોઇપણ અપડેટ માટે આધાર કેન્દ્ર જવું પડે છે. તેથી ડેટ ઑફ બર્થ પણ આધાર કેન્દ્ર જઇને જ સુધારી શકાશે. તેના માટે તમારે તમારા જન્મના પ્રમાણ તરીકે માન્ય દસ્તાવેજ સાથે લઇને જવા પડશે.

આ શરત માનવી પડશે

આ ઉપરાંત UIDAIએ ડેટ ઑફ બર્થ અપડેશનને લઇને એક શરત મુકી છે. અને આ શરત એ છે કે કોઇપણ આધારમાં રહેલી જન્મ તારીખ અને નવી અપડેટ કરવાની હોય તે જન્મ તારીખ વચ્ચે 3 વર્ષથી વધુનું અંતર ન હોવું જોઇએ. જો આવું થશે તે અરજી નકારી કાઢવામાં આવશે અને તમારે રીજનલ આધાર ઑફિસમાં આ મામલો લઇ જવો પડશે.

આધારનો અપડેશન ચાર્જ

આધારમાં ડેમોગ્રાફિક ડિટેલ્સ એટલે કે નામ, સરનામુ, ઇ-મેલ આઇડી, ફોન નંબર વગેરે અપડેશન કે બાયોમેટ્રિક અપડેશન અથવા બંને પ્રકારની અપડેશન માટે 50 રૂપિયા ચાર્જ આપવો પડશે. આ ઉપરાંત eKYC દ્વારા આધાર સર્ચ અથવા અન્ય કોઇ ટૂલ અને A4 શીટ કલર પ્રિન્ટ માટે 30 રૂપિયા ચાર્જ આપવો પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments