Tuesday, December 7, 2021
Homeજો આવો માહોલ હોય તો મને ન્યુડ સીન કરવામાં મજા આવે છે,...
Array

જો આવો માહોલ હોય તો મને ન્યુડ સીન કરવામાં મજા આવે છે, હું આને સ્ત્રીનું શક્તિ પ્રદર્શન માનું છું

તાજેતરમાં હીટ ફિલ્મ સ્ત્રીમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળેલ હિરોઈન ફ્લોરા સેની એક વાર ફરીથી મોટી ધમાલ કરવા માટે મેદાનમાં આવી રહી છે. તે હવે એકતા કપૂરની ‘ગંદી વાત 2’માં દેખાશે. અને જેમાં તે લીડ રોલ નિભાવી રહી છે. આ શ્રેણીમાં તે એક નોકરાણીનો રોલ પ્લે કરશે કે જે એક જ ઘરના બે ભાઈઓ સાથે સંબંધ રાખશે.

એકતાનું માનીએ તો નવા વર્ષનાં પહેલા મહિનામાં જ આ સિરીઝ પર ઑન એર કરવાનો પ્લાન છે. એક સમાચાર મુજબ, ફ્લોરાએ આ શ્રેણીમાં પોતાના રોલ વિશે જણાવ્યું હતું કે આ માટે હું કામ કરવા જઈ રહી છું અને પછી તેમણે આ વાતની પુષ્ટિ કરી હતી કે આ ફિલ્મની પહેલી સિરીઝમાં કામ કરવા માટે મે ઓડિશન આપ્યું હતું પણ પરંતુ દુર્ભાગ્યે મને તક મળી નહોતી, તેથી હું અલ્ટ બાલાજી પ્રોડક્શનનો આભાર માનું છું કે મને આ શ્રેણીની બીજી સીઝન માટે મને તક આપવામાં આવી

ફ્લોરાએ આગળની સીરીઝમાં પોતાના રોલ પર વાત કરી હતી કે ‘હું આ સીરીઝમાં સર્જીલી નામનું પાત્ર ભજવું છું, જે એક ઘરમાં બે ભાઈઓ સાથે સંબંધો રાખતી હોય છે, આ ખૂબ જ મુશ્કેલ રોલ છે કારણ કે હું જાણું છું કે પુરુષ બે બહેનોને ડેટ કરે એ વાત કોમન છે પરંતુ અહીં તો રોલ ઉલટો જ છે. ‘

જ્યારે ફ્લોરા સાથે સીરીઝની સંવેદનશીલ વાત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું, કે મને ખુશી છે કે સ્ત્રીઓ હવે ઘણી આગળ વધી રહી છે અને તે બોલ્ડ સિન કરવામાં હચકાતી નથી, પરંતુ હવે આ વસ્તુ કોમન બની ગઈ છે અને આપણે પણ આવા રોલ પર કોઈ જાતની શરમાવાની જરૂર નથી. અને મહિલાઓ માટે ભગવાનની આ દયા છે. જેના પર આપણે ગર્વ અનુભવવું જોઈએ. મને લાગે છે કે આવી વાર્તાઓ મહિલાનું શક્તિપ્રદર્શન કરે છે.

ફ્લોરા અહીંયા અટકી નથી જતી, તેમણે આગળ ખુલાસો કરી કહ્યું હતું કે શ્રેણીમાં તેમનો રોલ અત્યંત ઉત્તેજક છે અને શૂટિંગ દરમિયાન સારો અનુભવ પણ મળ્યો. તેમણે જણાવ્યું હતું કે, ‘મારા દિગ્દર્શક સચિન મોહિતે મને ખૂબ જ આરામદાયક રીતે કામ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી.

તેમણે કહ્યું કે શૂટિંગ સેટ રૂમમાં સંપૂર્ણપણે સેફ્ટી હતી અને તેમના સિવાયના કોઈ સ્થાનોએ કોઈ પણ ભટકતું ન હતું અને મુખ્ય કૅમેરા સિવાયનાં બધા જ કેમેરા બંધ કરાવ્યા હતા અને એવું કંઈ પણ ન હતું કે કોઈ પાછળથી પણ જોઈ શકે, કારણ કે સેટ પર ફક્ત ગર્લ ક્રૂ મૅબર્સને જ અંદર આવવાનો આદેશ હતો, હું તમને જણાવું છું કે આવો માહોલ હોય તો મને નગ્ન સીન કરવામાં કોઈ ઇન્કાર નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments