Thursday, May 19, 2022
Homeજો તમારે એસડીએમ બનવું હોય તો ભાજપને જીતાડો’, અધિકારીઓની સોદાબાજી વાયરલ
Array

જો તમારે એસડીએમ બનવું હોય તો ભાજપને જીતાડો’, અધિકારીઓની સોદાબાજી વાયરલ

- Advertisement -

આ દિવસોમાં સોશીયલ મીડિયા પર વોટ્સઅપ ચેટનો સ્કીન શોર્ટ ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ ચેટ મધ્યપ્રદેશના એક જિલ્લા કલેકટર અને ડેપ્યુટી જિલ્લા કલેકટર વચ્ચે થયેલી વાતચીતનો છે. તે અનુસાર શહડોલની કલેકટર અનુભા શ્રીવાસ્તવ ડેપ્યુટી કલેકટર પૂજા તિવારીને ભાજપને વિધાનસભા ચૂંટણીમાં જીતાવવાની વાત કરી રહી છે.

જૈતપુર વિધાનસભા પરથી ભાજપની જીત થવી જોઈએ

આ વાતચીત રાજયમાં થયેલી વિધાનસભા ચૂંટણી પહેલાની છે. આ સ્ક્રીન શોર્ટને ઓનલાઈન ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે. આ કેસને લઈને પૂજા તિવારીએ એફઆઈઆર નોંધાવી છે. ચેટમાં શ્રીવાસ્તવ તિવારીને કહે છે કે જો તમારે પ્રમોશન જોઈએ છે તો જૈતપુર વિધાનસભા પરથી ભાજપની જીત થવી જોઈએ.

બંને અધિકારીઓ આ ચેટને ફેંક બતાવી નોંધાવી ફરિયાદ

બંન્ને મહિલાઓ આ ચેટને ફેક બતાવી રહી છે. પોલીસે અજ્ઞાત વ્યકિતઓ સામે આઈટી એક્ટની ધારાઓ મુજબ કેસ નોંધી લીધો છે. તિવારીની ફરીયાદ મુજબ અજ્ઞાત વ્યકિતઓ સામે બુધવારે કેસ નોંધી લેવામાં આવ્યો છે. આ કેસની તપાસ ચાલી રહી છે.
આ છે ચેટમાં થયેલ વાતચીત-

  • તિવારી- મેમ બે સેક્ટરમાં સિચ્યુએશન કંટ્રોલમાં છે પરંતુ જેતપુરની નથી થઈ રહી. કોંગ્રેસ લીડ બનાવી રહી છે અને જૈતપુરથી ઉમા ધ્રુવેના સમર્થકો નોંધપાત્ર છે.
  • શ્રીવાસ્તવ- મને કોંગ્રેસ ક્લીન સ્વીપ જોઈએ. હૂં આરઓ ડેહરીયાને ફોન કરું છું પૂજા તને એસડીએમનો ચાર્જ જોઈએ તો જૈતપુરમાં ભાજપને વિન કરાવો.
  • તિવારી- ઓકે મેમ, હૂં મેનેજ કરું છું પણ કોઈ ઈન્કવાયરી તો નહી થાયને?
  • શ્રીવાસ્તવ- હું છું, મેહનત કરશો તો ભાજપની સરકાર બનતાં જ તમને એસડીએમનો ચાર્જ મળશે.
  • જીલ્લા કલેકટર અને ડેપ્યુટી જીલ્લા કલેકટર વચ્ચે થયેલ વાતચીતની ચેટ વાયરલ.
  • કોગ્રેસને ક્લીન સ્વાઈપ કરવાની વાત કરી રહી છે કલેકટર.
  • કહ્યું ભાજપને જીતાવો તો મળશે એસડીએમનો ચાર્જ.
  • પોલીસે કેસ નોંધ્યો.

જૈતપુરમાં કોંગ્રેસના ઉમેદવાર ભારે વોટથી હાર્યા છે

કોંગ્રેસ અને ભાજપ વચ્ચે થયેલ કડ્વી અથડામણ પછી કોંગ્રેસને રાજયમાં જીત મળી અને કોંગ્રેસની સરકાર બની. ભાજપની સરકાર છેલ્લા 15 વર્ષથી રાજયમાં હતી. ત્યાં જૈતપુરમાં ભાજપના મનીષ સિંહે કોંગ્રેસની ઉમા ધ્રુવને 70,063 વોટોથી હરાવી દીધા છે. જિલ્લાના વરિશ્ઠ કોંગ્રેસ નેતા અને પૂર્વ વિધાયક રામપાલ સિંહે આ ઘટના સામે આવ્યા પછી કહ્યું કે,”અમે ચૂંટણી આયોગને આ લખવા જઈ રહ્યા છે કે કલેકટરને હટાવી દેવામાં આવે અને જૈતપુરમાં ફરી મતદાન કરાવવામાં આવે. આ ઘટના ઘણી ગંભીર છે. ”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular