Wednesday, December 8, 2021
Homeજો યુદ્ધ થયું તો પાકિસ્તાનની તાકાત નથી કે છ દિવસ પણ ભારત...
Array

જો યુદ્ધ થયું તો પાકિસ્તાનની તાકાત નથી કે છ દિવસ પણ ભારત સામે ઉભુ રહી શકે, આ છે કારણો

ભારત અને પાકિસ્તાની વચ્ચે જમ્મુ-કાશ્મીર સીમા પર ખૂબ તણાવ જોવા મળી રહ્યો છે. ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણા પર હવાઈ હુમલા બાદ હવે જાણવા મળી રહ્યું છે કે પાકિસ્તાની એરફોર્સે પણ ભારતીય વાયુસીમામાં ઘુસણખોરી કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતે પાકિસ્તાનના એફ 16 વિમાનને તોડી પાડ્યું છે. તમને જણાવી દઈએ કે જો ભારત આનો જવાબ આપશે તો પાકિસ્તાન મોટી મુશ્કેલીમાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે હાલ પાકિસ્તાન એવી પરિસ્થિતિમાં નથી કે યુદ્ધને સહન કરી શકે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન વિદેશી દેવા પર નભી રહ્યું છે. તે દર મહિને ઉધાર લઈને વિદેશી દેવાની વ્યાજની માસિક ચુકવણી કરી રહ્યું છે. હાલ જે પરિસ્થિતિ છે તેમાં પાકિસ્તાન છ દિવસનું યુદ્ધ પણ સહન કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી. જો જંગ થઈ તો આ લડાઈમાં પાકિસ્તાનનો દેવાળુ ફુંકાઈ જશે.

તમને જણાવી દઈએ કે બાલાકોટમાં ઈન્ડિયન એરફોર્સની સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનના શેર બજારમાં કડાકો થયો છે. મંગળવારે રાત્રે ભારતીય હવાઈ દળે પાક.નાં ઘરમાં ઘુસીને એરસ્ટ્રાઈક કર્યા બાદ પાકિસ્તાનની ઉંઘ ઉડી ગઈ છે. એર સ્ટ્રાઈકને કારણે પાકિસ્તાનાં શેરબજારમાં હડકંપ મચી ગયો છે. આજે સવારે ભારતીય શેર બજારો તેજી સાથે ખુલ્યા તો બીજી તરફ પાકિસ્તાનાં કરાંચી સ્ટોક એક્સચેન્જમાં ભાર પછડાટ જોવા મળી છે.

કરાંચી સ્ટોક એક્સચેન્જમાં 1500 સુધી નીચે ગઈ છે. છેલ્લા બે દિવસમાં પાકિસ્તાની શેરબજારમાં 2000 સુધી નીચે ગઈ છે. આ પહેલા મંગળવારે જ KSE-100 ઇન્ડેક્સ 785.12 અંક એટલે કે 1.98 ટકા સુધી નીચે પટકાઈને 38,821.67 પોઈન્ટ પર બંધ થયું હતું.

ગત 14 ફેબ્રુઆરીએ પુલવામા આતંકી હુમલા બાદ બન્ને દેશો ભારેલો અગ્નિ જોવા મળતો હતો. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ આર્થિક મોરચે અનેક નિર્ણયો લઈને તેની કમર તોડી નાંખી છે. આવી સ્થિતીમાં અત્યાર સુધીમાં કરાંચી સ્ટોક એક્સચેન્જમાં 6 ટકા સુધીનું ભારે સનુકસાન થયાનાં અહેવાલ મળી રહ્યા છે.

પાક.રોકાણકારોનાં પૈસા ડુબ્યા

શેરબજાર નીચે જતા પાક. રોકાણકારોનાં કરોડો રૂપિયા ડુબી ગયા છે. પાકિસ્તાનની આર્થિક સ્થિતી જોતા એવું લાગે છે કે,પાકિસ્તાનની મુશ્કેલી વધી રહિ છે. શેરબજારનાં નિષ્ણાંતોનાં જણાંવ્યા પ્રમાણે પાકિસ્તાની રોકાણકારોનાં પૈસા પાણીમાં ગયા છે. આર્થિક રીતે પાકને ફટકો પડતા પાક.નાં શેરબજારનાં રોકાણકારો ઇમરાનખાનની સરકારને શાંતિની અપીલ કરી રહ્યા છે.

ભારતીય બજારોની મજબૂત સ્થિતી

અગાઉ વિદેશી હુંડિયામણનાં સતત રોકાણ બાદ રોકાણકારોની ખરીદારી વચ્ચે 300 અંકથી વધારેનો સુધારો જોવા મળી રહ્યો છે. જ્યારે નિફઅટી 10,900 કરતા ઉપર ગયું છે. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદનાં અડ્ડા પર હવાઈ હુમલા કર્યા બાદ મંગવારે સેન્સેક્સ 239.67પોઈન્ટ પર બંધ થયો હતો. બ્રોકરોનું કહેવું છે કે એશિયાઈ બજારોમાં મજબૂત લેવાલીને પગલે વિદેશી રોકાણકારોએ રોકાણ કરતાં ઘરેલુ શેરબજારમાં તેજીનો માહોલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments